Connect Gujarat
ગુજરાત

ભરૂચના પગુથણ ગામના રિક્ષા ચાલકની દીકરીએ ધો12માં 99.66 પ.રે. પ્રાપ્ત કરી ગામનુ નામ રોશન કર્યું

ભરૂચના પગુથણ ગામના રિક્ષા ચાલકની દીકરીએ ધો12માં 99.66 પ.રે. પ્રાપ્ત કરી ગામનુ નામ રોશન કર્યું
X

ભરૂચના પગુથણ ગામની સામાન્ય ઘરની દીકરીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં માં 99.66 પર્સનટાઇલ રેન્ક સાથે સ્કુલમાં પ્રથમ આવતા ગામમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

ભરૂચના પગુથણ ગામમાં મુસ્તાકભાઈ રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ સારીન હોવા છતાં પોતાની દીકરીને સારું શિક્ષણ આપવુજ જોઈએ એમ માનતા મુસ્તાક્ભાઈએ તેમની દીકરીને ગામથી 20 કિ.મી દૂર ટંકારીયા હાઇસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. સફુરાની અભ્યાસ પ્રત્યેની રૂચીને લઈ તે આગળ વધશે એની પહેલથીજ તેના પિતાને ખાતરી હતી.

પિતાના આ આત્મવિશ્વાસને દીકરી સફૂરાએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવીને ધો.12 સામાન્ય પ્રવાહમાં 99.66 પર્સનટાઇલ રેન્ક મેળવી પોતાની સ્કૂલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

સફુરાએ મેળવેલ સિદ્ધિને પગલે ગામના આગેવાનો અને તેના શિક્ષકોએ વધુમાં વધુ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી. પગુથણ ગામનુ નામ રોશન કરવા બદલ તેને અભિનંદનની વર્ષા થઇ રહી છે.

Next Story