Connect Gujarat
ગુજરાત

વાગરાની મહાવીર મીનરલમાં અકસ્માતનો ભોગ બનેલા કામદારનું મોત

વાગરાની મહાવીર મીનરલમાં અકસ્માતનો ભોગ બનેલા કામદારનું મોત
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે આવેલ મહાવીર મિનરલ કંપનીમાં ફરજ દરમિયાન મશીનના બેલ્ટ માં હાથ આવી જતા ઘાયલ કામદાર ને સારવાર મળે તે પહેલાજ મોત ને ભેટયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર વાગરા તાલુકાના મુલેર ગામે કાર્યરત મહાવીર મિનરલ કંપનીના જીપ્સમ વોશિંગ પ્લાન્ટમાં મુળ પશ્વિમ બંગાળના અને હાલ મુલેર ગામે કંપનિમાં જ રહેતા 22 વર્ષીય અસાદુલ અકબરઅલી સરકાર પોતાના સસરા સલીમુદ્દીન સરકાર કે જે મહાવીર મીનારલમાં જ કામ કરે છે ત્યાં તેની પત્ની મીનુફાસમીન સાથે આવેલ હતો.સાસરીમાં રહી તે પણ મહાવીર મિનરલ કંપનીમાં કામે જતો હયો. તા. 23મીના રોજ પણ તે ફરજ ઇપર હતો ત્યારે 2.30 કલાકની આસપાસ કંપનીમાં અન્ય 3 કામદાર સાથે જીપ્સમ વોશિંગનું કામ કરતો હતો. ત્યારે રોલરના બેલ્ટમાં તેનો ડાબો હાથ આવી જતા છુટ્ટો પડી ગયો હતો.જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ખાનગી હોસ્પીટલ લેવાઈ રહ્યો હતો ત્યારે હોસ્પીટલ પહોચતા હાજર તબીબે મરણ જાહેર કર્યો હતો. આ બનાવની જાણ વાગરા પોલીસ મથકે કરાતા પોલીસે અકસ્માત મોત નોંધી મૃતકની લાશને પી.એમ. અર્થે ભરૂચ સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

Next Story