Connect Gujarat
ગુજરાત

વાગરાનો ઇમરાન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ માટે સિલેક્ટ, ભાગ લેવા દુબઇ પહોંચ્યો

વાગરાનો ઇમરાન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ માટે સિલેક્ટ, ભાગ લેવા દુબઇ પહોંચ્યો
X

ગુજરાત રાજ્ય સ્થાપના દીને રાજ્યપાલના હસ્તે ઇમરાનનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.

વાગરાના યુવક કરાટે અને બોક્સિંગમાં સતત પરિશ્રમ કરી સિદ્ધિના શિખરો સર કરી રહ્યો છે. હાલમાં દુબઇ ખાતે યોજાનારી વર્લ્ડ કરાટે ચેમ્પિનશીપમાં પણ ભાગ લેવા માટે પહોંચ્યો છે. જ્યાં ભારતનું પ્રતિનિધ્તિવ કરશે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="47865,47866,47867,47868"]

વાગરા તાલુકાના વસ્તીખંડાલી ગામનો યુવક બોક્સિંગ તેમજ કરાટેમાં કઠું કાઢી રહ્યો છે. ભૂતકાળમાં રાજ્ય તેમજ નેશનલ કક્ષાએ સતત ઝળકીને ગામ થતા જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેની મેહનત અને લગનને જોતાં તેના ગામના મિત્રોને આશા હતી કે તે એક દિવસ ઉચ્ચ કક્ષાએ પહોંચી સફળતાના શિખરો સર કરશે. જે હાલમાં પરિપૂર્ણ થતા દેખાઈ રહ્યો છે. દુબઇ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. જેમાં ભારતમાંથી ઇમરાનની પસંદગી કરાતાં વસ્તીખંડાલી અને વાગરા ગામમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતુ. ઇમરાનને શુભેચ્છા પાઠવવા તેના ઘરે સગા વ્હાલા સહિત મિત્રો દોડી ગયા હતા.

ઇમરાન હવે દુબઇ ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના થયો હતો. ઇમરાન સાથે થયેલી વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે આપ સૌ મારા માટે પ્રાર્થના-દુવા કરશો. જેથી હું સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ વિશ્વ ફલક પર લઈ જઈ શકું. આ સાથે ચેમ્પિયનશિપ પોતાને નામ કરવાનો પણ તેણે નિર્ધાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાન છ વખત રાજ્ય કક્ષાએ અને સતત ત્રણ વર્ષ નેશનલ કક્ષાએ કરાટેમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી ચૂક્યો છેય જે બદલ ભરૂચમાં ઉજવાયેલા રાજ્ય સ્થાપના દિવસે રાજ્યપાલના હસ્તે ઇમરાનનું બહુમાન કરવામાં આવ્યું હતું.

Next Story