Connect Gujarat
ગુજરાત

વાગરામાં દીવાલ બનાવવાના મુદ્દે કાકીની હત્યા કરતો ભત્રીજો

વાગરામાં દીવાલ બનાવવાના મુદ્દે કાકીની હત્યા કરતો ભત્રીજો
X

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના ઓરા ગામે દીવાલ બનાવવાના મુદ્દે કાકીને લાકડીના સપાટા મારીને ભત્રીજાએ મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી.

વાગરા તાલુકાના ઓરા ગામે ખડકી ફળિયામાં રહેતા અરુણાબેન પ્રતાપસિંહ રાજ તેઓના પુત્ર દેવેન્દ્રસિંહ રાજ સાથે રહે છે, જયારે તેઓની માલિકીની ગભાણની જગ્યામાં અરુણાબેનનો ભત્રીજો સુરેન્દ્રસિંહ, પ્રવિણસિંહ તથા તેઓના સાથી મિત્રો દીવાલ બનાવવાનું કામ કરતા હતા.જે કામગીરી અટકાવવા જતા બંને પરિવારો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકી અરુણાબેન ને લાકડીના સપાટામારી ને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેમાં ઈજાગ્રસ્ત અરુણાબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યુ હતુ.

વાગરા પોલીસે મૃતક અરુણાબેનના પુત્ર દેવેન્દ્રસિંહ રાજની ફરિયાદ દર્જ કરીને હત્યારા આરોપીઓની ધરપકડ માટેના ચક્રોગતિમાન કર્યા છે.

Next Story