Connect Gujarat
ગુજરાત

વાગરા: કલમ ગામે બળાત્કારનો પ્રયાસ કરનાર આરોપી જંબુસરથી ઝડપાયો

વાગરા: કલમ ગામે બળાત્કારનો પ્રયાસ કરનાર આરોપી જંબુસરથી ઝડપાયો
X

વાગરા તાલુકાના કલમ ગામે સગીરાની એકલતાનો લાભ લઈ બળાત્કારનો પ્રયાસ કરી ફરાર થયેલ આરોપી આમોદ ત્રણ રસ્તા પરથી ઝડપાયો છે.

દસ દિવસ પહેલાં વાગરા તાલુકાના કલમ ગામે રાઠોડ સમાજની સગીરાને ઘરમાં એકલતાનો લાભ લઈ ગામના જ યુવાન સાજીદ ઇસ્માઈલ ઉર્ફે ભીખા માસ્તર કરમાડીયાએ તેની શારીરિક છેડતી કરી બળાત્કારનો પ્રયાસ કરી ભાગી છૂટ્યો હતો. જેને જંબુસર ડી.વાય.એસ.પી.એ આમોદ ત્રણ રસ્તા ઉપરથી ઝડપી પાડી જેલભેગો કર્યો છે. વાગરા તાલુકાના કલમ ખાતે રાઠોડ સમાજનો પરીવાર ખેત મજુરીએ જતાં તેની ૧૬ વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. તે દરમિયાન ગામના જ સાજીદ કરમાડીયાએ મજુરી બોલાવવાના બહાને તેના ઘેર જઈ એકલતાનો લાભ ઉઠાવી તેને બાથમાં લઈ છેડછાડ કરી બળાત્કાર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.

જોકે તેણે બુમાબુમ કરતાં ફળિયામાંથી અન્ય એક સગીરા દોડી આવતા સાજીદે તેને પણ બાથમાં લઈ બંનેની સાથે બળજબરી કરી હતી. બંને સગીરાએ બૂમાબૂમ કરતાં આખરે તે ગભરાઈને ભાગી છૂટ્યો હતો. જેની ફરીયાદ વાગરા પોલીસ મથકે નોંધાઈ હતી. ફરીયાદ નોંધાયાને એક અઠવાડીયું થવા છતાં આરોપીની ધરપકડ ન થતાં રાઠોડ સમાજે પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કરી લેખિતમાં રજૂઆતો કરી હતી અને આરોપીઓ ન પકડાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

દરમિયાન જંબુસર ડીવીઝનના ડી.વાય.એસ.પી. એ.જી. ગોહિલને બળાત્કારનો પ્રયાસ કરનાર ફરાર આરોપી ત્રણ રસ્તા પરથી પસાર થતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેમણે પોલીસ ટીમના માણસો સાથે આમોદ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી ફરાર આરોપી સાજીદ કરમાડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story