Connect Gujarat
ગુજરાત

વાગરા : ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત દ્વારા યોજી ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ

વાગરા : ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયત દ્વારા યોજી ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ
X

કુલ પાંચ ટીમોએ ભાગ લીધો , ફાઇનલમાં દેરોલની ટિમ વિજેતા

વિલાયત ખાતે આવેલ ગ્રાસીમ કંપનીએ ગ્રામીણ યુવકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાગરાના વિલાયતના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તાલુકાના યુવાનોમાં રમત-ગમત કૌશલ્ય પ્રત્યે રસ,રુચિ અને ઉત્સાહ કેળવાય તે હેતુને ધ્યાને લઇ બિરલા ગ્રાસીમ કંપની દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી રશીદ પટેલના અધ્યક્ષસ્થાને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાયુ હતું.જેમાં કંપની આસ-પાસના વિલાયત,દેરોલ ,વોરસમની તેમજ અરગામા અને સરનાર ગામની કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો.

આ તમામ ટીમો વચ્ચે કુલ પાંચ રાઉન્ડને અંતે ક્વોલિફાઈડ થયેલ દેરોલ અને વોરાસમની ગામની ટિમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી.જેમાં દેરોલની ટિમ વિજેતા થઇ હતી.ચેમ્પિયન ટીમને વિલાયત ગામના સરપંચ રાજુભાઈ પટેલના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ તબક્કે ભરૂચ ક્રિકેટ કોચિંગ કમિટીના એમ.એસ.નાયક તથા બિરલા ગ્રાસીમ કંપનીના યુનિટ હેડ રાકેશ ચોક્સી તેમજ સી.એસ.આર.ઇન્ચાર્જ મિતેષ સુરતી,ડી.જી.એમ. પ્રશાંત પારલીકર અને એચ.આર. હેડ રજત ડે ખાસ ઉપસ્થિત રહયા હતા.ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન કમરઅલી સૈયદે કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી હતી.

Next Story