Connect Gujarat
ગુજરાત

વાગરા: જ્ઞાન સરિતા સ્કૂલનો વાર્ષિક ઉત્સવમાં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ

વાગરા: જ્ઞાન સરિતા સ્કૂલનો વાર્ષિક ઉત્સવમાં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ
X

વાગરા જ્ઞાન સરિતા સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત લોકોના દિલ મોહી લીધા હતા.પુલવાના શહીદોને મોબાઈલ ટોર્ચ ચાલુ કરી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વડતાલના સ્વામી વિજય પ્રકાશજીએ નયી રાહ વાર્ષિક ઉત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો.

આ તબક્કે તમામ ધર્મોના લોકોને તેમણે કહ્યુ હતુ કે વ્યસન,ફેશન અને મોબાઈલને સજા આપવી જોઈએ.બાળક કાલનું ભવિષ્ય છે,એના પાછળ જેટલો ખર્ચ કરશો એટલો ઓછો છે.બાળકને ભણાવવો બો કઠીન છે.શિક્ષકોની મહેનતને કારણે આપણું બાળક આદર્શ બાળક બને છે.તેમણે બાળકોનું ભવિષ્ય ઉજ્વળ થાય એવી પ્રાર્થના કરી હતી.વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ જેમકે સંદેશે આતે હે,છોટી સી નનહીં સી પરી,શ્રી ગણેશા,એક પાત્રિય અભિનય,નાટક સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી તેમનામાં રહેલા કૌશલ્યોના દર્શન કરાવ્યા હતા.

કાર્યક્રમમાં હાજર લોકોએ પુલવાની ઘટનામાં શહીદ થયેલા વીર જવાનોને મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરી બે મિનિટનું મોન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી.વાર્ષિક મહોત્સવમાં આમોદ તાલુકા પંચાયત પ્રમુખ વિલાશબેન રાજ,જિલ્લા પં.સભ્ય કમલેશ પટેલ,રમેશ પટેલ,ટ્રસ્ટી ઉપેન્દ્રસિંહ, કેયૂર પટેલ,વિરલ પટેલ,સંજયસિંહ ઓરા, ફારુકભાઈ, ગૌતમભાઈ શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story