Connect Gujarat
ગુજરાત

વાગરા તાલુકમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો ૧૨૧૬ લાભાર્થીઓએ લાભ લીધો

વાગરા તાલુકમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો ૧૨૧૬ લાભાર્થીઓએ લાભ લીધો
X

યોજનાના લાભ પેટે સીધા બેન્ક એકાઉન્ટમાં ૪૭૧૪૦૦૦/- રૂપિયા ચુકવાયા

કેન્દ્ર સરકાર દ્ધારા સગર્ભા અને ધાત્રી મહિલાઓનું સ્વાસ્થય જળવાઈ એ હેતુ થી પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના ચલાવવામાં આવી રહી છે. વાગરા તાલુકામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો છે.આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને પ્રથમ જીવીત બાળ સમયે મેળવી શકે છે. અત્યાર સુધી ૧૨૧૬ લાભાર્થીઓ લાભ લેવામાં સફળ રહ્યા હતા.

વાગરા તાલુકામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ૧ જાન્યુઆરી ૨૦૧૭ થી અમલમાં આવી હતી.આ યોજનાનો લાભ ફક્ત પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળ જન્મ સમયે મળવા પાત્ર છે.રોકડ સહાય સીધા અરજદાર મહિલાઓના ખાતામાં ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે.અત્યાર સુધી વાગરા તાલુકામાં ૧૨૧૬ લાભાર્થી માતાઓને ૪૭૧૪૦૦૦/- ₹ નો લાભ આપવામાં આવ્યા છે

Next Story