Connect Gujarat
ગુજરાત

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા વાવ મુકામે તાલુકાકક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા વાવ મુકામે તાલુકાકક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
X

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા વાવ મુકામે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા પંચાયત વાગરાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ગોહિલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાલા, તાલુકા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન, વાવ ગામના સરપંચ, તલાટી, બી.આર.સી કોઓર્ડીનેટર હાજર રહ્યા હતા.

તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલે ગણિત - વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન બદલ બાળકો અને માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાલાએ બાળ વૈજ્ઞાનિકોને ભવિષ્યના સારા નાગરિકો બનવા અને ભારત દેશને વિશ્વ ફલકના ઉચ્ચસ્તરે લઈ જવા શુભેચ્છાઓ આપી હતી. વાવ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં વાગરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓ ધ્વારા ૩૧ જેટલી જુદી - જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. હિન્ડાલકો બિરલા કંપનીના સૌજન્યથી વિજેતા બાળકોને ટ્રોફી-મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

Next Story