Connect Gujarat
ગુજરાત

વાગરા તાલુકામાં નાફેડ દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર શરુ કરવાની ભારતીય કિસાન સંઘની માંગ

વાગરા તાલુકામાં નાફેડ દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર શરુ કરવાની  ભારતીય કિસાન સંઘની માંગ
X

વાગરા તાલુકાનાં ખેડૂતોએ નાફેડ દ્વારા તુવેરની ખરીદીનું કેન્દ્ર કાર્યાન્વિત કરવા ઉપરાંત સરકાર દ્વારા ખાતાદીઠ નક્કી કરેલ મર્યાદાને હેકટરદીઠ કરવાની માંગણી સાથે મામલતદારને આવેદન સુપ્રત કર્યુ હતુ.આવેદનમાં જણાવ્યા મુજબ વાગરા તાલુકામાં તુવેર, મગ, તેમજ મઠીયા જેવા કઠોર પાકોનું સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવો કરતા ઘણા નીચાભાવે સ્થાનિક વેપારીઓ ખેડૂતો પાસેથી ખરીદી કરી રહયા છે. જેને કારણે ખેડૂતો દેવાના ડુંગરો નીચે દબાઈ રહયા છે. ખેડૂતોની આવી કફોડી સ્થિતિને નિવારવા ભારતીય કિસાન સંઘ વાગરાએ મામલતદારને આવેદન પત્ર પાઠવીને વાગરા તાલુકામાં તુવેર ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવે તથા તુવેરની ટેકાના ભાવથી ખરીદી કરાય તેમજ સરકારે નક્કી કરેલ ખાતાદીઠ 12 કવીંટલની મર્યાદાને હેકટરદીઠ કરવાની અપીલ કરાઈ છે.

ઉક્ત માંગણીઓવાળું આવેદનપત્ર વાગરા મામલતદાર સહિત ભરૂચ જિલ્લા કલેકટર ઉપરાંત વાગરાનાં ધારાસભ્ય ગુજરાત રાજ્યના કૃષિમંત્રી તેમજ ગુજરાતના મુખ્ય મંત્રીને રવાના કરાયુ હતુ. ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો આવનારા સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરાઈ હતી.સાથે તેની સમગ્ર જવાબદારી સરકારના શિરે રહેશેનો રણટંકાર કર્યો હતો. આ તબક્કે વાગરા તાલુકાના ખેડૂતો હાજર રહયા હતા.

Next Story