Connect Gujarat
ગુજરાત

વાગરા વિધાનસભાનાં પીપલીયા બુથની ફેર ગણતરી બાદ પણ ભાજપની જીત યથાવત

વાગરા વિધાનસભાનાં પીપલીયા બુથની ફેર ગણતરી બાદ પણ ભાજપની જીત યથાવત
X

ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભાનું પીપલીયા ગામનાં બુથ નંબર 95 માં ટોટલ 591 મત નોંધાયા હતા. ગણતરી દરમિયાન EVMમાં 601 મત નીકળતા કોંગ્રેસનાં ઉમેદવારે ઇલેકશન કમિશનમાં ફરિયાદ કરી હતી.

જેને પગલે ઇલેકશન કમિશને આદેશ કરતા સાંજે સાત વાગ્યે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ સહિતના ઉમેદવારોને બોલાવ્યા હતા. અને 95 નંબરના બુથની વિવિપેટની સ્લીપની ગણતરી હાથ ધરવામાં આવી હતી.જોકે ટોટલ 591 મત નીકળ્યા હતા.વિધાનસભાનું કુલ મતદાન 152190 સામે 152259 ટોટલ ગણતરીમાં નોંધાતા કોંગી અગ્રણીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

જોકે સોશિયલ મીડિયામાં ફેર મત ગણતરીનો મેસેજ વાઇરલ થતા ગણતરી કેન્દ્ર બહાર અનેક ગામના લોકો ઉમટી પડ્યા હતા. તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દોડી આવ્યા હતા. રાતના 9 વાગ્યે પણ લોકોટોળા કોલેજ બહાર જોવા મળ્યા હતા. જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યા હતો.

વધુમાં અંતમાં વાગરા વિધાનસભાની બેઠક પર ભાજપનાં ઉમેદવાર અરૂણસિંહ રણાની જીત જ યથાવત રહી હતી.

Next Story