Connect Gujarat
ગુજરાત

વાગરા: વિલાયત સ્થિત જ્યુબિલન્ટ કંપનીએ રક્તદાન કેમ્પ યોજ્યો

વાગરા: વિલાયત સ્થિત જ્યુબિલન્ટ કંપનીએ રક્તદાન કેમ્પ યોજ્યો
X

૮૬ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરાયા હતા

વિલાયત ખાતે આવેલ જ્યુબિલન્ટ કંપનીએ સેફટી દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતુ. રેડક્રોસ ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.

જેમાં સેઝમાં આવેલ ત્રણેય યુનિટના કામદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કુલ ૮૬ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. કંપની દ્ધારા છેલ્લા ચાર વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ તબક્કે કંપનીના સાઇટ હેડ પ્રદીપ જૈન, સી.બી. ભારદ્વાજ, અનંત પાંડે, કંપનીના પી.આર.ઓ નિર્મલસિંહ યાદવ, ડૉ. ખીલવાણી, ગૌરી શંકર મિશ્રા તેમજ ડૉ. હેમંત ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story