Connect Gujarat
ગુજરાત

વાઘોડીયા: સાગાડોલ સીમમાંથી પસાર થતી નહેરમાં પડ્યું ગાબડું, ઘુસ્યા ખેતરોમાં પાણી

વાઘોડીયા: સાગાડોલ સીમમાંથી પસાર થતી નહેરમાં પડ્યું ગાબડું, ઘુસ્યા ખેતરોમાં પાણી
X

વાઘોડિયા તાલુકાના સાગાડૉલ ગામની સીમમાંથી પસાર થતી દેવ કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરો ઘૂસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયાના સાગાડોલ ગામની સીમમાં દેવ સિંચાઇ કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતા ઘઉં તેમજ દીવેલા, વાલના પાકને નુકસાન થવા પામ્યું છે. આશરે ૧૫ થી ૨૦ વીંઘા જમીનમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

દેવ કેનાલ ની જો વાત કરવામાં આવે તો દેવ કેનાલમાં જાડી જાખરા ઠેર ઠેર ઉગી નીકળ્યા છે. તેમજ ઠેર ઠેર કેનાલમાં ભંગાણ પણ થવા પામેલ છે. જેને લઈ કેનાલમાં પાણી છોડવામાં આવતા પાણી ખેતરો ઘૂસી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ બાબતે દેવ સિંચાઈ અધિકારીને જાણ કરાતા હાલ પુરતો પાણીનો ગેટ બંધ કરવામાં આવ્યો છે. આ કેનાલનું સમારકામ બાબતે જન સુનાવણી કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવી હતી. છતાં પણ સંબંધિત અધિકારી તેમજ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું સમારકામ કામ હાથ ન ધરાતા જેનો સીધો ભોગ ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે.

Next Story