Connect Gujarat
ગુજરાત

વાતાવરણે મિજાજ બદલતા ખેડૂતો ચિંતાગ્રસ્ત

વાતાવરણે મિજાજ બદલતા ખેડૂતો ચિંતાગ્રસ્ત
X

-- કમોસમી વરસાદ થી ઘઉં, તુવેર અને કેરીનાં પાકને હવામાનની અસર થવાની ભીતિ

રાજ્યનાં વાતાવરણમાં ઓચિંતા થયેલા બદલાવની અસર અંકલેશ્વરમાં પણ વર્તાય હતી, અને સવારનાં સમયે વાદળો ઘેરાયા હતા તેમજ કમોસમી વરસાદી છાંટા પણ વરસ્યા હતા,જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી છાંટા થયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા. વહેલી સવારે અંકલેશ્વરમાં વરસાદી છાંટા પડ્યા હતા.

જાણવા મળ્યા મુજબ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ બનતા લો પ્રેસર માંથી વેલમાર્કમાં પરિવર્તિત થયું છે. લો પ્રેસર અરબીસમુદ્ર તરફ ધકેલાતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવાનું જાણવા મળ્યુ છે.

અચાનક વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારા થી રાહત અનુભવી હતી.જોકે બદલાયેલા વાતાવરણ થી વિવિધ પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.

અંકલેશ્વરનાં ખેડૂત ધર્મેશ પટેલનાં જણાવ્યા મુજબ જો વાતાવરણ સતત આવું જ રહેશે અને કમોસમી વરસાદ વરસશે તો ખાસ કરીને ઘઉં, તુવેર અને કેરીનાં પાકને સૌથી વધુ ખરાબ હવામાનની અસર થશે અને ખેડૂતોએ ભારે નુકશાની વેઠવી પડશે તેવી શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી હતી.

Next Story