Connect Gujarat
ગુજરાત

વાર્ષિક ૧ લાખથી વધુની ફી સ્કૂલને આપી, છતાં ગુમાવ્યો બાળકનો જીવ !!!

વાર્ષિક ૧ લાખથી વધુની ફી સ્કૂલને આપી, છતાં ગુમાવ્યો બાળકનો જીવ !!!
X

ગુજરાતની શાળાઓમાં ફી વધારાને લઇ સતત વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. દરેક માતા-પિતા એવું ઇચ્છે છે કે તેમનું બાળક સારી સ્કૂલમાં અભ્યાસ કરે. ઘણા માતા-પિતા લાખો રૂપિયાની ફી ચુકવીને પણ પોતાના લાડકવાયાને મોંઘી સ્કૂલોમાં શિક્ષણ અપાવે છે.

તાપીના વ્યારાની મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે. વાર્ષિક ૧ લાખથી વધુની ફી આપીને પણ વાલીઓએ તેમના બાળકોના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં વ્યારાની મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ડોલવણના પદમડુંગરી ખાતે ૫૨ બાળકોને પ્રવાસે લઇ ગઇ હતી અને તે દરમિયાન કોઝવેમાં બે બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. બંન્ને મૃતક બાળકો ધો.૧૦ના વિદ્યાર્થીઓ હતા.

વાલીઓનું કહેવું છે કે તેમની પરમિશન વગર સ્કૂલ આ રીતના પ્રવાસે લઇ ગઇ હતી. તેમજ બાળકોના મોત બાદ પણ સ્કૂલના સત્તાધીશોએ વાલીઓને જાણ કરી ન હતી અને સમગ્ર ઘટનાની પોલીસ દ્રારા મૃતકના વાલીઓને જાણ કરાઇ હતી. સમગ્ર ઘટના વિશે તપાસ કરતા સ્કૂલના પ્રિન્સિપાલ આ અંગે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. પોલીસે મૃતક બાળકોના પીએમની કાર્યવાહી શરૂ કરી છે. હવે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવશે.

Next Story