Connect Gujarat
ગુજરાત

વિદેશ ટુરના બહાને ભરૂચના ૨૨ વડીલો ને રૂ.૨૬.૮૪ લાખનો ચૂનો ચોપડી સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર

વિદેશ ટુરના બહાને ભરૂચના ૨૨ વડીલો ને રૂ.૨૬.૮૪ લાખનો ચૂનો ચોપડી  સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર
X

વૃધ્ધાવસ્થામાં પોતાની આજીવનની કમાઈ ભેગી કરી વિદેશ ટુરના સ્વપ્ન સેવતા ભરૂચના ૨૨ જેટલા સિનિયર સિટીજન યુગલોને નિશાન બનાવી વડોદરા કારેલીબાગ સ્થિત સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો એ રૂપિયા ૨૬ લાખ ઉપરાંત નું ફુલેકું ફેરવી જતા ચકચાર વ્યાપી જવા પામી છે.

કારેલી બાગ સ્થિત સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પરિન ઉર્ફે પુલિન ઠક્કર, મનન શાહ, તેમજ નિર્મલ વ્યાસ નામના ઈસમોએ દુબઇ સહીત વિદેશ પ્રવાસની લોભામણી જાહેરાતો કરી ભરૂચના બિપિન ચંદ્ર બાબુ ભાઈ જગદીશ વાલા ઉ.વ.૬૦ રહે મજમુદાર એસ્ટેટ.સેવાશ્રમ સામે ભરૂચ સહીત ભરૂચ ના અન્ય ૨૨ જેટલા સિનિયર સિટીજન યુગલો ને ૭ દિવસઃ અને ૬ રાત્રી દુબઇ રોકાણ સાથે ભરૂચ.દુબઇ.ભરૂચ ની ટુર પેકેજ ના લાલચ માં ફસાવી ત્યાર બાદ સ્ટાર ટુર ટ્રાવેલ્સ ના સંચાલકો એ ૨૨ યુગલોના કપલ દીઠ રૂપિયા ૧ લાખ ૨૨ હજાર બે તબકકે ઉઘરાવ્યા હતા.

જેમાં વૃધ્ધ યુગલો એ એકાઉન્ટ પે ચેક બનાવવા જણાવતા ગઠિયા પરિન ઉર્ફે પુલિન ઠક્કરે તેઓને અકબર ટ્રાવેલ્સ ઓફ ઇન્ડિયા પ્રા.લી તેમજ બિન્દ્રા હોલી ડે સ્ટાર ટૂર અને રુત્વા હોલિડેઝ સહીત અલગ અલગ કંપની ના ચેકો બનાવી રૂપિયા ૨૬ લાખ ઉપરાંતની રકમ ખંખેરી લઇ ટુરની નિર્ધારિત તારીખ ના અંતિમ ક્ષણ સુધી વોટ્સપ ઉપર ખોટી વિજા દર્શાવી ગેરમાર્ગે દોરી અંતે રાતોરાત સ્ટાર ટુર એન્ડ ટ્રાવેલ્સ નું ઉઠમણું કરી પલાયન થઇ જતા વૃધ્ધાવસ્થા માં પોતાના જીવનના સાથી સાથે વિદેશ પ્રવાસના સ્વપ્ન સેવતા ૨૨ જેટલા પરિવારો માં સોંપો પડી જવા પામ્યો હતો.

Next Story