Connect Gujarat
ગુજરાત

વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ તેમજ હેલ્પ લાઈન નંબર 02642-240424 શરૂ કર્યો

વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ તેમજ હેલ્પ લાઈન નંબર 02642-240424 શરૂ કર્યો
X

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ બોર્ડની પરીક્ષા અનુલક્ષીને કાઉન્સિલીંગ માટેનો કંન્ટ્રોલ રૂમ

પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઇ પરેશાની ન ઉભી થાય તે માટે વીજ કંપની, એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે ભરૂચમાં પરીક્ષા ના એક દિવસઃ અગાઉ થી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કાઉન્સિલીંગ માટેનો કંન્ટ્રોલ રૂમ ઉભો કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ 02642-240424 નંબર પર કંન્ટ્રોલ રૂમ પર સંપર્ક કરી શકશે તેમ શિક્ષણ વિભાગ તરફ થી જાણવા મળ્યું હતું.

Next Story