Connect Gujarat
દેશ

વિધાનસભા ચૂંટણી 2018 : રાજસ્થાનમાં કોંગ્રેસે મોડી રાત્રે પહેલી યાદી કરી જાહેર 

વિધાનસભા ચૂંટણી 2018 : રાજસ્થાનમાં કોંગ્રેસે મોડી રાત્રે પહેલી યાદી કરી જાહેર 
X

મોડી સાંજે 12.30 વાગ્યાની આસપાસ ઉમેદવારોની પહેલી યાદી કોંગ્રેસે જાહેર કરી

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 2018 માટે કોંગ્રેસે આખરે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની મોડી સાંજ સુધી ચાલેલી બેઠકમાં 152 ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવી હતી. સચિન પાયલોટ ટોંક વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડશે, જ્યારે સરદારપુરાથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોક ઉમેદવાર તરીકે નક્કી થયા છે. આ સિવાય સીપી જોશીને નાથદ્વારાથી ટિકીટ આપવામાં આવી છે. રાજ્યની 200 વિધાનસભા સીટો માટે બાકી 48 ઉમેદવારોનો નામની જાહેરાત પણ પાર્ટી શુક્રવાર સુધીમાં કરી શકે છે.

કોંગ્રેસે પહેલી યાદીમાં 2 ધારાસભ્યોની ટિકીટ કાપી છે. ઝાડોલથી હીરાલાલ દરાંગી અને ટોડાભીમથી ધનશ્યામ મેહરનું આ વખતે પત્તું કપાયું છે. દરાંગીના સ્થાને ઝાડોલથી સુનિલ બજાત જ્યારે ટોડાભીમથી પૃથ્વીરાજ મીણાને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસને પહેલી યાદી બનાવવામાં ભારે મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સવારથી ઉમેદવારોના નામને લઇને બેઠકોનો સિલસિલો યથાવત રહ્યો હતો. આખરે મોડી સાંજે લગભગ 12.30 વાગ્યાની આસપાસ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="72829,72830,72831,72832"]

અગાઉ સચિન પાયલોટે કહ્યું હતું કે, ટિકીટોને લઇને પાર્ટીમાં કોઇ આંતરિક વિખવાદ નથી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારો અનુસાર રાજ્યમાં યુવા, મહિલા, ખેડૂત અને સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વનો મોકો આ યાદીમાં આપવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લા પાંચ દિવસથી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની કવાયત ચાલી રહી હતી. બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર એક લિસ્ટ પણ વાયરલ થઇ હતી. આ લિસ્ટમાં 109 ઉમેદવારોના નામ હતા. પાંચ પેજની આ યાદી પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકના હસ્તાક્ષર હોવાથી પાર્ટી પાસેથી ટિકીટ ઇચ્છનાર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉહાપો મચી ગયો હતો. જો કે, બાદમાં કોંગ્રેસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે આ યાદીને નકારી દીધી હતી.

Next Story