Connect Gujarat
લાઇફસ્ટાઇલ

વિમેન ઓરિએન્ટેડ ફિલ્મોના જાણીતા નિર્માતા કલ્પના લાજમીનું નિધન

વિમેન ઓરિએન્ટેડ ફિલ્મોના જાણીતા નિર્માતા કલ્પના લાજમીનું નિધન
X

કલ્પના લાજમીએ તેના કરિયરની શરુઆત આજથી ત્રણ દસકા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી

વિમેન ઓરિએન્ટેડ ફિલ્મોના જાણીતા નિર્માતા કલ્પના લાજમીનું રવિવારે વહેલી સવારે નિધન થયું છે. લાજમીની ઉંમર 61 વર્ષ હતી. ગયા વર્ષે કલ્પના લાજમીને લિવરનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. મુંબઈ ખાતે તેમનું નિધન થયું હતું.

કલ્પના લાજમીએ તેના કરિયરની શરુઆત આજથી ત્રણ દસકા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. આ સમયે તેમણે શ્યામ બેનેગલના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.

કલ્પના લાજમીએ છેલ્લે 'ચિંગારી' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. 2006માં આવેલી આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુજ સાવની અને સુષ્મિતા સેને કામ કર્યું હતું. કલ્પના લાજમીએ 'રુદાલી', 'ચિંગારી', 'એક પલ' અને 'દામન' જેવી સુપ્રસિદ્ધ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. લાજમીએ "ભૂપેન હઝારિકા- એઝ આઈ ન્યૂ હીમ" નામનું એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે ભૂપેન હઝારિકા સાથેના 40 વર્ષના તેમના સાથ વિશે લખ્યું છે. શ્યામ બેનેગલે આઠમી સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે આ પુસ્તકનું લોન્ચિંગ કર્યું હતું.

અભિનેત્રી હુમા કુરેશીએ કલ્પના લાજમીના નિધન અંગેના સમાચાર ટ્વિટ કરીને આપ્યા હતા. નિધનના સમાચાર મળ્યા બાદ અનેક ફિલ્મી કલાકારોએ તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

Next Story