Connect Gujarat
ગુજરાત

વિરજી ઠુમ્મરનો રાજય ભરમા વિરોધ, રાજકોટ ભાજપ મહિલા મોરચાએ નોંધાવ્યો વિરોધ

વિરજી ઠુમ્મરનો રાજય ભરમા વિરોધ, રાજકોટ ભાજપ મહિલા મોરચાએ નોંધાવ્યો વિરોધ
X

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ‘પાટીદાર મહાપંચાયત’માં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનાં માતા પર કરેલ ટિપ્પણીથી ભાજપી કાર્યકરો રોષે ભરાયા છે. સમગ્ર રાજ્યભરમા આ મામલે વિરજી ઠુમ્મરનો વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે રાજકોટમા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરજી ઠુમ્મરના પુતળા પર કાળી શાહી પોતવામા આવી હતી. તો સાથો સાથ વિરજી ઠુમ્મરના પુતળાને ચપલ બુટનો હાર પહેરાવી માર મારવામા આવ્યો હતો.

Next Story