Connect Gujarat
દેશ

વિરાટે 4 બેવડી સદી ફટકારી ડોન બ્રેડમેનની બરોબરી કરી

વિરાટે 4 બેવડી સદી ફટકારી ડોન બ્રેડમેનની બરોબરી કરી
X

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં 204 રન બનાવીને બેવડી સદી ફટકારીને ક્રિકેટ જગતમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, અને આ સાથે જ તેને કેપ્ટન તરીકે 4 બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની બરોબરી કરી હતી. તેમજ સતત 4 ટેસ્ટ શ્રેણીમાં બેવડી સદી ફટકારનારો વિરાટ વિશ્વનો પ્રથમ બેટસમેન બની ગયો છે.

આ સાથે વિરાટે માઈકલ ક્લાર્કના રેકોર્ડની પણ બરોબરી કરી હતી જો કે કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાના નામે છે જેને 5 બેવડી સદી ફટકારી છે.

વિરાટે આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝી લેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. અને બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી દીધો હતો.

Next Story