Connect Gujarat
દેશ

વિરાટ કોહલી, સત્ય નાદેલા, દિપીકાનો પ્રભાવશાળી-૧૦૦ વ્યક્તિમાં સમાવેશ

વિરાટ કોહલી, સત્ય નાદેલા, દિપીકાનો પ્રભાવશાળી-૧૦૦ વ્યક્તિમાં સમાવેશ
X

અમેરિકી સામયિક 'ટાઈમ' દ્વારા દર વર્ષે ૧૦૦ સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. વિશ્વમાં ઘણી ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું આ વર્ષનું એટલે કે ૨૦૧૮નું લિસ્ટ આજે જાહેર થયું હતું.

આ લિસ્ટમાં ભારતમાંથી હિરોઈન દિપીકા પદુકોણ, ક્રિકેટર વિરાટ કોહલી, ઓલા કેબના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલ, ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સત્ય નાદેલા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સ્વાભાવીક રીતે લિસ્ટમાં શામેલ છે.

આ લિસ્ટની વિશિષ્ટતા એ છે કે પસંદ થયેલા વ્યક્તિનો પ્રોફાઈલ અન્ય કોઈ સેલિબ્રિટી અને એ-ક્ષેત્રના જાણકાર પાસે લખાવામાં આવે છે. જેમ કે ભાવિશ અગ્રવાલનો પરિચય ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલે આપ્યો છે. સચિન બંસલે અગ્રવાલ વિશે લખ્યું છે કે વિઝન, લગન અને ખંતને કારણે ઓલા જેવી કેબ કંપનીને આજે ભારતમાં છવાઈ ગઈ છે.

Next Story