Connect Gujarat
ગુજરાત

વિલાયત આસપાસની ૧૫ શાળાના બાળકોને જ્યુબિલન્ટ કંપનીએ બેગ વિતરણ કર્યું

વિલાયત આસપાસની ૧૫ શાળાના બાળકોને જ્યુબિલન્ટ કંપનીએ બેગ વિતરણ કર્યું
X

વિલાયત સ્થિત જ્યુબિલન્ટ કંપની દ્ધારા ૧૫ જેટલા ગામની શાળાઓમાં સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યુ હતું. બેગ મળતા શાળાના બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા.

વિલાયત જી.આઈ.ડી.સી. માં આવેલ જ્યુબિલન્ટ કંપનીની સી.એસ.આર પ્રવૃત્તિ જ્યુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્ધારા કરવામાં આવે છે.કંપની આસપાસના વિસ્તારની ૧૫ શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ લેતા બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય એ હેતુને ધ્યાનમાં રાખી શિક્ષણ યોજના મુસ્કાન અમલમાં મૂકી હતી.આ યોજના હેઠળ વાગરા તાલુકાના વિલાયત,વોરા સમની, અરગામા,સલાદરા,જુનેદ,આંકોટ, ભેરસમ, રહાડ,ભેરસમ અને ભરૂચ તાલુકાના દેરોલ, દયાદરા, સરનાર, વ્હાલુ તેમજ કોલવણા ગામ સહિતની શાળાઓના ૫૦૦ જેટલા બાળકોને સ્કૂલ બેગ, પાણીની બોટલ અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.વિલાયત ગામમાં રમત ગમતમાં એક થી ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યો હતો.સાથે મધ્યાહન ભોજન માટે થાળીઓ અર્પણ કરી હતી.

આ તબક્કે કંપની સાઇટ હેડ પ્રદીપકુમાર જૈન,એચઆર હેડ કિરીટ ચૌહાણ,હેડ પીઆરઓ નિર્મલસિંહ અને સીએસઆર સંયોજક ગૌરી શંકર મિશ્રાના હસ્તે વિવિધ શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. કંપનીએ સ્કૂલના બાળકોને લઈ દાખવેલ રૂચીને તમામ ગામની શાળાના આચાર્યો અને આગેવાનોએ બિરદાવી હતી.

Next Story