Connect Gujarat
ગુજરાત

વિલાયત જી.આઈ. ડી.સી ઇન્ડસ્ટ્રીઝ એસોશિયેશનના નવા હોદ્દેદારો નિમાયા

વિલાયત જી.આઈ. ડી.સી ઇન્ડસ્ટ્રીઝ એસોશિયેશનના નવા હોદ્દેદારો નિમાયા
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત જી.આઈ. ડી.સી ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા તા. 4 જાન્યુઆરી ના રોજ મળી હતી જેમાં તત્કાલીન પ્રમુખ આશુ પારિક ની છેલ્લા બે વર્ષની સેવાઓ ને બિરદાવવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમ્યાન વિલાયત એસ્ટેટમાં વરસાદી પાણીના નિકાલ માટે આર.સી. સી ની ડ્રેનેજ લાઈન જી આઈ. ડી.સી દ્વારા તૈયાર કરાઈ.

વિલાયતના ઉદ્યોગો ને માળખાગત સવલતો શ્રેષ્ઠ રીતે મળી રહે તે માટે પણ ચર્ચા કારવામાં આવી હતી. આ મીટીંગ માં આગામી બે વર્ષ માટેના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી જેમાં નવા પ્રમુખ તરીકે કલરટેક્સ ના મહેશભાઈ વશી, ઉપ પ્રમુખ તરીકે ગ્રાસીમ ફાઇબર ડિવિઝનના આશિષ ગર્ગ, બીજા ઉપ પ્રમુખ તરીકે જુબીલન્ટના પ્રદિપ જૈન અને સેક્રેટરી તરીકે સુમંગલમ ના હરીશ જોશી ની વરણી કરવામાં આવી હતી. વિલાયત ઔદ્યોગિક વાસહતને વિશ્વસ્તરીય કેમ બનાવી શકાય તે અંગે ની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત દર ઉનાળામાં ઉભી થતી પાણી ની સમસ્યા અંગે રાજ્યસ્તરે રજુઆત કરવાનું અને પાણીના પુનઃ વપરાશની અદ્યતન ટેકનોલોજી થકી ઉપયોગ કેમ થઈ શકે તે અંગેની પણ વિસ્તૃત વિચારણા થઈ હતી. આભાર નવ નિયુક્ત પ્રમુખ મહેશભાઈ વશી એ વ્યક્ત કર્યો હતો.

Next Story