Connect Gujarat
Featured

વિવિધ રાજ્યોના CM સાથે બેઠક બાદ PM મોદીનું નિવેદન : વેક્સિન ક્યારે આવશે તે વૈજ્ઞાનિકોના હાથમાં

વિવિધ રાજ્યોના CM સાથે બેઠક બાદ PM મોદીનું નિવેદન : વેક્સિન ક્યારે આવશે તે વૈજ્ઞાનિકોના હાથમાં
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના અને વેક્સીનની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠક પછી PM મોદીએ કહ્યું હતું કે વેક્સીનની સ્થિતિ અને ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે, તેમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું. PM મોદીએ કહ્યું હતું કે વેક્સીનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે; આ સવાલોના જવાબ અમારી પાસે નથી.

PM મોદીએ વધુમાં કહ્યું હતું કે RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાના હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સીજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સીનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સીનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી. જે વેક્સીન બનાવનાર છે, કોર્પોરેટ વર્લ્ડની પણ કમ્પીટીશન છે. અમે ઈન્ડિયન ડેવલપર્સ અને અન્ય મેન્યુફક્ચરર્સ સાથે કામ કરી રહ્યા છીએ.

વેક્સીન આવ્યા પછી એ પ્રાથમિકતા છે કે તે તમામ લોકો સુધી પહોંચે. અભિયાન મોટું હશે તો લાંબુ ચાલશે. આપણે એક થઈને ટીમ તરીકે કામ કરવું પડશે. ભારત જે પણ વેક્સીન આપશે તે વૈજ્ઞાનિક રીતે યોગ્ય હશે. વેક્સીન ડિસ્ટ્રીબ્યુશન રાજ્યો સાથે મળીને કરાશે, છતાં પણ આ નિર્ણય અમે સાથે મળીને કરીશું.

Next Story