Connect Gujarat
દુનિયા

વિશ્વકપ-2019 - ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેંન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો, સેમિફાઇનલ માટે ત્રણ ટિમ થશે નિશ્ચિત

વિશ્વકપ-2019 - ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેંન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો, સેમિફાઇનલ માટે ત્રણ ટિમ થશે નિશ્ચિત
X

વિશ્વકપ 2019ના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ 10 પોઈન્ટ સાથે હાલ ચોથા ક્રમે છે. ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં 8 મેચ રમી ચૂક્યું છે. જેમાં તેને 5 મેચમાં જીત હાંસિલ કરી છે. જ્યારે ત્રણ મેચમાં પરાજય મળ્યો છે. જ્યારે બીજી તરફ ન્યુઝીલેંન્ડ પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. ન્યુઝીલેન્ડ અત્યાર સુધી 8 મેચ રમયું છે અને તેમાં 5 મેચોમાં જીત મેળવી છે અને 2 મેચ હાર્યું છે જ્યારે 1 મેચ રદ થઈ હતી.

યજમાન ટિમ ઈંગ્લેન્ડ ભારત સામેની જીત બાદ ફૂલ ફોર્મમાં છે. અને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાના ઈરાદા સાથે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. એક પણ વખત વિશ્વકપ નહીં જીતનારી ઈંગ્લેન્ડ ટિમ 2019 નો કપ જીતવા દાવેદાર મનાતી હતી. પણ 8 મેચોના પરિણામ બાદ સેમી ફાઇનલ સુધી પહોંચવા પણ તેને સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. ત્યારે ઈંગ્લેન્ડ ઇંગ્લેન્ડનો ઓપનર જેસોન રોય ટીમમાં પરત ફરતા ઈંગ્લેન્ડ વધુ મજબૂત બની છે.

જયારે બીજી તરફ ન્યુઝીલેન્ડ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં અત્યારે ત્રીજા સ્થાને છે. જે સેમિફાઇનલમાં જવા લગભગ નિશ્ચિત ગણાઈ રહી છે. જોકે આ મેચ પર પાકિસ્તાન બાજની નજર રાખીને બેઠું છે. હજુ પણ સેમિફાઇનલમાં જગ્યા મેળવવા એક આશા પાકિસ્તાન રાખીને બેઠું છે. આજની મહત્વની મેચ પાકિસ્તાનની કિસ્મતનો પણ ફેંસલો કરશે. જો આજની મેચ ન્યુઝીલેન્ડ જીતશે તો પાકિસ્તાન પોતાની 9 મી મેચમાં બાંગલાદેશને હરાવીને સરળતાથી સેમી ફાઇનલમાં પહોંચી શકસે.

Next Story