Connect Gujarat
શિક્ષણ

વિશ્વની ટોપ-200માં ભારતની 25 યુનિવર્સિટીનો સમાવેશ

વિશ્વની ટોપ-200માં ભારતની 25 યુનિવર્સિટીનો સમાવેશ
X

આ વર્ષે ટાઈમ્સ હાયર એજ્યુકેશનની પ્રતિષ્ઠિત ‘ઈમર્જિંગ ઈકોનોમિઝ યૂનિવર્સિટી રેન્કિંગ’માં ભારતની 49 સંસ્થાઓ સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ 49 પૈકી 25 સંસ્થાઓને ટોપ-200માં સ્થાન સાંપડ્યું છે. લંડન સ્થિત ટાઈમ્સ હાયર એજ્યુકેશનના અનુસાર, 2019ની યાદીમાં સૌથી વધારે સ્થાન ચીનની સંસ્થાઓને મળ્યું છે, જેમાં શિંગુઆ યૂનિવર્સિટી નંબર-1ના સ્થાને છે. ઉપરાંત ટોપ-પમાં ચીનની 4 સંસ્થા સામેલ છે.

ટાઈમ્સ હાયર એજ્યુકેશન(ટીએચઈ) ઉચ્ચ શિક્ષણ પરના ડેટા એકત્ર કરવા, એનું વિશ્લેષણ કરવું અને એના પર વિશેષજ્ઞતા હાંસલ કરનાર એક વૈશ્વિક સંગઠન છે, જે પ્રત્યેક વર્ષે અલગ-અલગ સ્તરો પર શિક્ષણ સંબંધિત કેટલીક રેન્કિંગ જાહેર કરે છે. આ યાદીમાં ભારતની ઈન્ડિયન સાયન્સ ઈન્સ્ટિટ્યૂટે 14મુ સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી-મુંબઈ 27મા ક્રમે રહી છે. જોકે, આ બંને સંસ્થા આ વર્ષે એક ક્રમ નીચે આવી છે, જેનું મુખ્ય કારણ વધી રહેલી સ્પર્ધા છે.

2019ની રેન્કિંગમાં ચારેય મહાદ્વિપા 43 દેશોની લગભગ 450 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. ગત વર્ષ આ યુનિવર્સિટીઓની સંખ્યા 378 હતી.

આ રેન્કિંગની યાદીમાં ભારત માટે મિશ્ર તસવીર જોવા મળી છે. એમાં ઝડપથી પ્રગતિ કરી રહેલી કેટલીક યુનિવર્સિટીઓને જગ્યા મળી છે. જ્યારે કેટલીક સંસ્થાઓનું ક્રમાંક આગળ-પાછળ થયા છે. સંગઠને કહ્યું કે, ભારતની 2018માં 42 સંસ્થાની સરખામણીએ આ વર્ષની યાદીમાં 49 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. ટોપ-200માં ભારતની 25 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(આઈઆઈટી)-રુડકી 21 સ્થાનની લાંબી છલાંગ લગાવને ટોપ-40માં આવી ગઈ છે. હવે એ 35મા સ્થાન પર પહોંચી ગઈ છે. ભારત તરફથી યાદીમાં નવીન સ્થાન મેળવવામાં આઈઆઈટી-ઈન્દૌરે 61મો ક્રમ હાંસલ કર્યો છે. જ્યારે જેએસએસ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ એકેડમીને સંયુક્ત રુપે 64મો ક્રમ મળ્યો છે.

જોકે, બનારસ હિંદૂ યુનિવર્સિટી અને અમૃતા યુનિવર્સીટી બંનેએ આ વર્ષે ટોપ-200માં સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ડિયન સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પૂના તથા આઈઆઈટી-હૈદ્રાબાદને પ્રથમ વખત આ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે.

Next Story