Connect Gujarat
દેશ

વિશ્વની સૌથી પ્રદુષિત નદીમાં પવિત્ર ગંગા બીજા ક્રમે

વિશ્વની સૌથી પ્રદુષિત નદીમાં પવિત્ર ગંગા બીજા ક્રમે
X

હિંદુ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવતી પવિત્ર નદી ગંગા દર વર્ષે સમુદ્રમાં ૧૧૫૦૦૦ ટન પ્લાસ્ટિકનો નકામો કચરો – જથ્થો ઠાલવતી વિશ્વની બીજા ક્રમની સૌથી વધુ પ્રદુષણ ફેલાવતી નદી હોવાનું જણાયું છે, મહાસાગરો માંથી પ્લાસ્ટિક દુર કરવા માટે કે મહાસાગરોને પ્લાસ્ટિક થી છુટકારો અપાવવા માટે નવી ટેકનોલોજીઓ વિકસાવતું ડચ ફાઉન્ડેશન ધ ઓશન ક લીન અપ ખાતેના સંશોધકોને જાણવા મળ્યું કે નદીઓ દર વર્ષ સમુદ્રમાં અંદાજે ૧.૧૫ થી ૨.૪૧ મિલિયન ટન નકામું પ્લાસ્ટિક લઈ જાય છે, આનો મતલબ એ થાય કે આપણને મહાસાગરમાંથી તમામ નકામો કચરો દુર કરવા ૪૮૦૦૦ થી ૧૦૦૦૦૦ કરતા વધારે ડમ્પ ટ્રકોની જરૂર પડશે.

નદીઓમાં ફેકવામાં આવતું નકામું પ્લાસ્ટિક આખરે વિશ્વના મહાસાગરોમાં પહોચે છે, અને નદીઓ સમુદ્ર પ્રદુષણનો મોટો સ્ત્રોત બની રહી છે, જયારે આપણા જળ માર્ગોને પ્રદુષિત કરવાની વાત આવે છે ત્યારે એશિયાઈ દેશો સૌથી વધુ મોટો ફાળો આપનારા દેશો છે, અભ્યાસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કુલ પ્રદુષણ ફેલાવતી નદીઓમાંની બહુમતી નદીઓ એશિયાની છે.

મોટાભાગનો આ નદીમાંનો પ્લાસ્ટિકનો જથ્થો એશિયામાંથી આવી રહ્યો છે, કે જે ઝડપી આર્થિક વિકાસ ધરાવતા અને નકામાં કચરાના નિકાલની નબળી વ્યવસ્થા ધરાવતા એશિયાના દેશોમાં નિરીક્ષણ અને નકામાં પ્લાસ્ટિકના કચરાને ઘટાડવાના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર ઉપર ભાર મુકે છે.

ભારતની ગંગા નદી બીજા ક્રમે છે તો ચીનની યાંગવ્ઝે નદી પ્રથમ પ્રદુષણ મુદ્દે સૌથી મોખરે હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story