Connect Gujarat
દુનિયા

વિશ્વની સૌથી લાંબી 720 કલાકની ફિલ્મ ‘એમ્બિયન્સ’નું 7 કલાકનું બીજું ટ્રેલર લોન્ચ

વિશ્વની સૌથી લાંબી 720 કલાકની ફિલ્મ ‘એમ્બિયન્સ’નું 7 કલાકનું બીજું ટ્રેલર લોન્ચ
X

સામાન્ય રીતે ફિલ્મો ત્રણ કે સાડા ત્રણ કલાકની હોય છે.પરંતુ સ્વિડિશ કલાકાર અને ડિરેક્ટર એન્ડર્સ વેબર્ગ ફિલ્મી જગતમાં એક નવો પ્રયોગ કરતા 720 કલાક લાંબી ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું નામ ‘એમ્બિયન્સ’ છે. દુનિયાની સૌથી લાંબી આ ફિલ્મનું બીજુ ટ્રેલર લોન્ચ થયું છે.

2

આ ફિલ્મ ડિસેમ્બર 2020 સુધી રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. ફિલ્મનું બીજું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. જે સાત કલાક લાંબુ છે. અગાઉ ફિલ્મનું પ્રથમ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મનું ત્રીજું ટ્રેલર 2018માં રિલીઝ થશે તેવું અનુમાન છે.

4

ફિલ્મની વાર્તા બે લોકોની આસપાસ ગુંથાયેલી છે જે સમુદ્ર કિનારે મળે છે. આખી ફિલ્મ આ જ સમુદ્ર કિનારે શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે ફિલ્મમાં એક પણ કટ નથી. આખી ફિલ્મ એક જ શૂટમાં પૂરી કરવામાં આવી છે.

Next Story