Connect Gujarat
દુનિયા

વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ, ચીનના બે શહેરો વચ્ચેનું ત્રણ કલાકનું અંતર ઘટીને 30 મિનીટ થયું

વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ, ચીનના બે શહેરો વચ્ચેનું ત્રણ કલાકનું અંતર ઘટીને 30 મિનીટ થયું
X

ચીન દિવસે ને દિવસે પોતાની આગવી ઓળખ જમાવી રાખવા માટે અવનવું કરવા ટેવાયેલું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ દુનિયામાં ચીનનો ડંકો વાગે છે. ત્યારે દરિયામાં દુનિયાનો સૌથી લાંબો બ્રિજ બનાવીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 55 કિમી લાંબો આ બ્રિજ દુનિયાનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે જે હોંગકોંગને ચીનના દક્ષિણી શહેર ઝૂહાઈ અને મકાઉના ગમેલિંગ એનક્લેવ સાથે જોડશે. આ શહેરો વચ્ચેનું અંતર ત્રણ કલાકથી ઘટીને હવે 30 મિનિટનું થઈ જશે. બ્રિજની કામગીરી છેલ્લા નવ વર્ષથી ચાલી રહી હતી. આ પુલને બનાવવામાં 4 લાખ 20 હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="46308,46309,46310"]

આ બ્રિજને બનાવવામાં ચીનની સરકારે 16.8 બિલિયન ડોલર એટલે કે અંદાજે 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બ્રિજ નિર્માણમાં સૌથી ચેલેન્જિંગ ભાગ 22.9 કિમી લાંબો અને 6.7 કિમી ગુફામાં રસ્તો બનાવવાનો હતો. તેમાં એક અંડરવોટર ટનલ પણ તૈયાર કરવામાં આવી છે. જેને આ નિર્માણ કાર્યનો સૌથી જટિલ ભાગ ગણાવવામાં આવ્યો હતો.

વિશ્વના આ સૌથી લાંબા પુલ પર કોઈ પણ વ્યક્તિ ચાલતા નહીં જઈ શકે. જ્યારે ચીનથી જતી કાર હોંગકોંગમાં જતાં પહેલા રસ્તામાં પોતાની સાઈડ બદલવી પડશે. કારણ કે, હોંગકોંગમાં ભારતની જેમ ટ્રાફિક ડાબી તરફ ચાલે છે.

Next Story