Connect Gujarat
ગુજરાત

વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ નર્મદા ટાઉનશીપ, GNFC ભરૂચ ખાતે યોજાશે

વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ નર્મદા ટાઉનશીપ, GNFC ભરૂચ ખાતે યોજાશે
X

૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે જેના ભાગરૂપે આજ રોજ કલેક્ટર કચેરી – ભરૂચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પરમાર, નાયબ કલેક્ટર ઝઘડીયા, પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, એ.જે.કલસરીયા ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાનો જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ તા.૨૧ મી જૂન સવારે ૦૬:૦૦ કલાકે નર્મદા ટાઉનશીપ, જીએનએફસી – ભરૂચ ખાતે યોજાનાર છે. સાથો સાથ સ્વામીનારાયણ મંદિર પરિસર, જે.પી.આર્ટસ કોલેજ – ભરૂચ, પ્રજાપતિ બ્રહ્માકુમારી – ઝાડેશ્વર, તપોવન સંસ્કૃત પાઠશાળા -ભરૂચ ખાતે યોગનો કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત ભરૂચ તાલુકા કક્ષાએ ઝેડ.જે.પટેલ હાઇસ્કુલ ત્રાલસા, મહારાજા કે.જી.એમ. વિદ્યાલય, અંકલેશ્વર તાલુકાકક્ષાએ ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ. જી.આઇ.ડી.સી. અંકલેશ્વર, જ્ઞાનદીપ સ્કુલ અંદાડા, જંબુસર તાલુકાકક્ષાએ કંબોઇ તથા કલક ખાતે, આમોદ તાલુકાકક્ષાએ સરભાણ સ્વામીનારાયણ મંદિર અને નાહિયેર ગુરૂકુળ ખાતે, હાંસોટ તાલુકાકક્ષાએ કાકાબા હોસ્પિટલ, બીરલા સેલ્યુલોઝ કંપની - ખરચ, વાગરા તાલુકાકક્ષાએ પી.જે.છેડા હાઇસ્કુલ દહેજ, શ્રીમતી એમ.એમ.પટેલ સાર્વજનીક હાઇસ્કુલ – વાગરા, ઝઘડીયા તાલુકાકક્ષાએ મહાલક્ષ્મી મંદિર ઝઘડીયા અને દીવાનજી ધનજીશા હાઇસ્કૂલ,ઝઘડીયા,વાલીયા તાલુકાકક્ષાએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-વાલીયા, શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલીયા, નેત્રંગ તાલુકાકક્ષાએ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ-નેત્રંગ, આદર્શ નિવાસી શાળા - નેત્રંગ ખાતે યોગ શિબિર યોજાશે.

ભરૂચ નગરપાલિકાકક્ષાએ માતરીયા તળાવ–ભરૂચ અને સી.એમ.પાર્ટી પ્લોટ સીવીલ રોડ – ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા કક્ષાએ જવાહરબાગ ભરૂચીનાકા પાસે અંકલેશ્વર, જીનવાલા સ્કુલ કંપાઉન્ડ અંકલેશ્વર, જંબુસર નગરપાલિકાકક્ષાએ સ્વામીનારાયણ મંદિર હોલ જંબુસર, જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર, આમોદ નગરપાલિકાકક્ષાએ ચામડીયા હાઇસ્કુલ આમોદ, શુભમ પાર્ટી પ્લોટ સરભાણ રોડ-આમોદ ખાતે યોગ શિબિર યોજાશે.

જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતરમાધ્યમિક શાળાઓ, કોલેજા, આઇ.ટી.આઇ, ટેકનિકલ કોલેજા, નગરપાલિકાકક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, દરેક ગ્રામ પંચાયત તેમજ જિલ્લાની શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે. વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧૨૮૧ યોગકેન્દ્રો ખાતે યોગ શિબિર યોજાશે.

જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જાડાવા અનુરોધ ર્ક્યો છે તેમજ સમગ્ર જિલ્લામાં જિલ્લાકક્ષા, તાલુકાકક્ષાએ, તમામ સ્કુલો – શાળાઓમાં અને સંસ્થાઓ દ્વારા યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી મહેતા, નગરપાલિકાના ચીફ ઓફિસર સોની, જિલ્લાના સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ, નોડલ ઓફિસરઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story