Connect Gujarat
ગુજરાત

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વડોદરામાં ઓએનજીસી ખાતે સાયકલોથોનનું આયોજન કરાયું

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વડોદરામાં ઓએનજીસી ખાતે સાયકલોથોનનું આયોજન કરાયું
X

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વડોદરામાં ઓએનજીસી ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું. બરોડા રાઈડસ ફોર સાયકલ ટ્રેકસના નામ સાથે આજે સાયકલોથોન યોજાઇ હતી. જેમાં વડોદરાના 100થી વધુ સાયકલવીરોએ ભાગ લીધો હતો.

વિશ્વમાં ઉર્જા અને પેટ્રોલ ડિઝલનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે અને ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતના અન્ય વિકલ્પો વિચારવા રહ્યા. ત્યારે એક દિવસ સાયકલનો ઉપયોગ કરીને પેટ્રોલ ડિઝલની બચત કરી શકાય. ઉપરાંત શહેરમાં સાયકલિંગ માટે અલગ ટ્રેક હોય તો સાયકલ સવારની સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે વિશ્વ બાયસીકલ દિવસ નિમિત્તે ઓએનજીસી સ્પોર્ટ કોમ્પ્લેક્સથી સાયકલ યાત્રા નીકળી હતી. વડોદરાની મેયર નિકિતા મોટવાની તેમજ ઓએનજીસીના ઇડી અરુણકુમારે સાયકલ યાત્રાને ફ્લેગ ઓફ કરાવી હતી. સાયકલ યાત્રા વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

100થી વધુ સાયકલવીરોએ સાયકલોથોનમાં ભાગ લઈને વિશ્વ બાયસીકલ દિવસની ઉજવણી કરી હતી. ઓએનજીસીના ઇડી અરુણ કુમારે આજના દિવસ નિમિત્તે સાયકલ ચલાવનારા લોકોને શુભેચ્છા આપી હતી.

Next Story