Connect Gujarat
ગુજરાત

વિશ્વ સોશિયલ મિડીયા ડે પર ત્રીજુ ધી સોશિયલ કોન્કલેવ અમદાવાદ ખાતે યોજાયો

વિશ્વ સોશિયલ મિડીયા ડે પર ત્રીજુ ધી સોશિયલ કોન્કલેવ અમદાવાદ ખાતે યોજાયો
X

આધુનિક સમયમાં સોશિયલ મિડીયા નુ મહત્વ ડગલે ને પગલે વધી રહ્યુ છે.ત્યારે આજ્ના આ ડીજીટલ યુગ માં આ ક્ષેત્ર લોક ઉપયોગી કેવી રીતે બની શકે અને તેનુ મહત્વ શું છે તે અંગેની માહિતી અર્થે ધી સોશિયલ કોન્ક્લેવનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો.

વિશ્વ સોશિયલ મીડિયા ડે સંદર્ભે લોકોમાં જાગૃતતા કેળવવા તેમજ તે અંગે લોકોને વધુ માહિતગાર કરવા માટે અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના ખાતે કૉન્વોફિલિયા દ્વારા ઘી સોશિયલ કનેક્ટેડનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. 30મી જૂને વિશ્વ મીડિયા ડેની ઉજવણીના ભાગ રૂપે સાંજે 4 થી 8 કલાક દરમિયાન સોશિયલ કનેક્ટેડનેસ કાર્યક્રમ યોજાયો હતો.

કનેક્ટ ગુજરાતના સહયોગ થી યોજાયેલ આ કાર્યક્રમમાં માઇકા ના એસોસિએટ અધ્યાપક ડૉ.ફાલ્ગુની વસાવડા, R સ્કવેર ના CEO રોહિત વર્મા બ્રાન્ડવિશ.ઇનના સંસ્થાપક પંકજ જેસ્વાની, ગુજરાતી હાસ્ય લેખક અધિર અમદાવાદી, રેડિયો મીરચીના આરજે વસિષ્ઠ તેમજ સોશિયલ પાઇલોટ એન્ડ મેન્ટો.આઇઓના સંસ્થાપક જીમીત બાઘડિયા,તથા નવ ગુજરાત સમય ના એડિટર અજય ઉમટ વિષેશ ઉપસ્થિત રહીને સોશિયલ મીડિયા ના જુદા જુદા વિષયો પર રસપ્રદ માહિતી આપી હતી.

આ પ્રસંગે ડૉ.ફાલ્ગુની વસાવડાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા એક ટેક્નોલોજીથી વધુ સાયકોલોજીકલ અને સોશિયલ બાબતો સાથે સંકળાયેલું છે. તેમણે સોશિયલ મીડિયાના મંત્ર અને મેજીકની વાત કરી હતી.

આર સ્કેવર કન્સલ્ટિંગ બેંગ્લોર ના રોહિત વર્મા એ સોશિયલ મીડિયા થકી આજે વિશ્વ એક બીજા સાથે ઝડપથી જોડાઈ રહ્યું છે,તેમજ ઇવેન્ટ માર્કેટિંગ ના ઉપયોગ અર્થે તેઓએ ફોકસ પડ્યો હતો.

જ્યારે રેડિયો મીર્ચીના આરજે વસિષ્ઠે સોશિયલ મીડિયનો વધુ અસરકારક ઉપયોગ કરવા માટે ઇનોવેશન પર ભાર મૂક્યો હતો.

આ ખાસ કાર્યક્રમમાં નવ ગુજરાત સમયના ચીફ એડિટર અજય ઉમટ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે પોતાના ક્ષેત્રના અનુભવો અને સોશિયલ મીડિયાથી થતા લાભ અંગે વાત કરી હતી.

જાણીતા હાસ્ય લેખક અધિર અમદાવાદી પણ આ વિષય પર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે એક સીવિલ એન્જીનિયર હોવા છતાં કેવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ હાસ્ય લેખક તરીકે લોકોના હ્રદય સુધી પહોંચ્યા.

તે સિવાય ઇવેન્ટમાં સ્ટાર્ટ અપ્સ માટે સોશિયલ મીડિયા કેટલું મહત્વનું છે તે વિષય પર એક ખાસ પેનલ ડિસ્કક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાંતો એ પોતાના મત રજૂ કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા કૉન્વોફિલિયા ના ડો.ખુશ્બુ પંડ્યા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story