Connect Gujarat
દેશ

વીજમીટરના રેન્ટ, ટેસ્ટિંગ અને લેબર ચાર્જ પર ૧૮ ટકાના દરે GST લાગશે

વીજમીટરના રેન્ટ, ટેસ્ટિંગ અને લેબર ચાર્જ પર ૧૮ ટકાના દરે GST લાગશે
X

વીજળીનું નવું જોડાણ લેવા માટે અરજી કરવા લેવામાં આવતા ચાર્જ, વીજળીના મીટર માટે લેવામાં આવતા ભાડાના દર, મીટરની ચકાસણી કરવા માટે લેવામાં આવતા ચાર્જ, મીટરને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે લેવામાં આવતા શિફ્ટિંગ ચાર્જ, ડુપ્લિકેટ બિલ માટે લેવામાં આવતા ચાર્જ પર હવેથી ૧૮ ટકાના દરે જીએસટી લાગુ પડશે.

ગુજરાતના એક કરોડ જેટલા વીજ જોડાણધારોકો પણ તેને કારણે જીએસટીનો મોટો બોજ આવી પડશે. વીજવિતરણ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ અને તેના દ્વારા લેવામાં આવતા દરેક ચાર્જ તથા ભાડા પર જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે સિંગલ ફેઝના મીટર પર દસ બિલિંગ સાઈકલમાં રૃા,. ૩૦નું અને થ્રી ફેઝના મીટર પર દરેક બિલિંગ સાઈકલમાં રૃા. ૬૦નું ભાડું વસૂલવામાં આવશે. આ બંને ચાર્જ પર હવેથી ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

Next Story