Connect Gujarat
દેશ

વેટના રિટર્ન ૩૧મી જાન્યુઆરી સુધીમાં ફાઈલ કરી દેવા ફરજિયાત

વેટના રિટર્ન ૩૧મી જાન્યુઆરી સુધીમાં ફાઈલ કરી દેવા ફરજિયાત
X

વાર્ષિક રૃા. ૨૫ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવનારા વેટ રજિસ્ટ્રેશન હેઠળના વેપારીઓને ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાનું એટલે કે એપ્રિલથી જૂન ૨૦૧૭ના સમયગાળાનું રિટર્ન આગામી ૩૧મી જાન્યુઆરી સુધીમાં ફાઈલ કરી દેવાનો આદેશ આપતો પરિપત્ર આજે ગુજરાત સરકારે રજુ કર્યો છે. ૩૧મી જાન્યુઆરી સુધીમાં રિટર્નની સાથે જ ઑડિટ રિપોર્ટ પણ ફાઈલ કરી દેવા જણાવાયું છે.

સામાન્ય રીતે રિટર્ન ફાઈલ કર્યા પછીના પછીના ૩૦ જ દિવસની અંદર વેપારીઓએ તેમના વૅટ ઓડિટ રિપોર્ટ પણ ફાઈલ કરવાના હોય છે. પરંતુ ૨૦૧૭-૧૮ના પહેલા ત્રિમાસિક ગાળા પછી એટલે કે એપ્રિલ-જૂન પછી પહેલી જુલાઈથી જીએસટી અમલમાં આવી ગયો હતો. તેથી વાર્ષિક એક કરોડને બદલે રૃા. ૨૫ લાખનું ટર્ન ઓવર ધરાવનારાઓ માટે રિટર્ન ફાઈલ કરીને ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે ૩૧મી જાન્યુઆરી સુધીની મહેતલ આપવામાં આવી છે.

આજ રોજ વીસમી જાન્યુઆરીએ ડિસેમ્બર ૨૦૧૭ના થ્રી બી રિટર્ન ફાઈલ કરવાનો છેલ્લો દિવસ છે. આ કામગીરી પૂરી થયા પછી દસ દિવસ જ મળશે. તેમાં ૨૬મી જાન્યુઆરીની રજા પણ આવે છે. ટેક્સ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ ૩૧મી જાન્યુઆરી જ રાખવામાં આવેલી છે. આ સ્થિતિમાં એક જ સમયગાળામાં બે બે રિટર્ન ફાઈલ કરવાની જફા વેપારીઓને અને ટેક્સ કન્સલ્ટન્ટ્સને કરવી પડશે. તે માટેનો ઑડિટ રિપોર્ટ પણ ૩૦ દિવસની અંદર જ ફાઈલ કરી દેવાનો છે.

Next Story