Connect Gujarat
દેશ

વોડાફોન સુપરઅવર સ્કીમ,અનલિમિટેડ ડેટા અને કોલ

વોડાફોન સુપરઅવર સ્કીમ,અનલિમિટેડ ડેટા અને કોલ
X

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટુ નેટવર્ક ધરાવતી કંપની વોડાફોન દ્વારા "સુપરઅવર" સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.

આ સ્કીમ મુજબ વોડાફોન તેના પ્રિ પેઈડ ગ્રાહકોને માત્ર રૂ 16માં અનલિમિટેડ 3G અથવા 4G ડેટા આપશે તથા રૂ 7 માં અનલિમિટેડ લોકલ વોઇસ કોલ ની સુવિધા આપવાની જાહેરાત કરી છે.

વોડાફોનના ભારત ખાતેના મુખ્ય વાણિજ્યિક અધિકારી સંદીપ કટારિયાએ જણાવ્યુ હતુ કે આ સ્કીમ દ્વારા એક કલાકમાં તમે ગમે તેટલો ડેટા વાપરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો અને 7રૂ ની સ્કીમ સાથે અનલિમિટેડ લોકલ કોલ પણ કરી શકો છો આ સાથે આ સ્કીમ ને વારંવાર ખરીદીને તેને સતત ચાલુ પણ રાખી શકાય છે.

જમ્મુ અને કાશ્મીર , આંધ્ર પ્રદેશ , તેલંગણા ,બિહાર , ઝારખંડ, મધ્યપ્રદેશ , છત્તીસગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ માં આ સ્કીમ ઉપલબ્ધ નથી.તથા 2જી ગ્રાહકો રૂ 5 માં અનલિમિટેડ ડેટા મેળવી શકશે.

Next Story