Connect Gujarat
દુનિયા

વોશિંગ્ટન: ફ્લોરિડામાં યોગ સ્ટૂડિયોમાં ગોળીબાર, 3નાં મોત

વોશિંગ્ટન: ફ્લોરિડામાં યોગ સ્ટૂડિયોમાં ગોળીબાર, 3નાં મોત
X

સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે ફાયરિંગ પછી શૂટરે પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી

યુએસમાં ફ્લોરિડાના ટેલાહાસીમાં આવેલા એક યોગ સ્ટૂડિયોમાં શુક્રવારે મોડી સાંજે ગોળીબાર થયો હતો. જેમાં બે લોકોનાં મોત થયા છે. બાદમાં હુમલાખરો પણ પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરની હજી સુધી ઓળખ થઈ શકી નથી.

ટેલાહાસી પોલીસનાં ચીફ ડી-લીઓનાં જણાવ્યા અનુસાર, શહેરના લોકો ખૂબ ગભરાયેલા છે. લોકોને ઘરમાંથી બહાર નીકળતી વખતે સાવધાની રાખવા અપીલ પણ કરવામાં આવી છે. શહેરના કમિશ્નર સ્કોટ મેડોક્સે ઘટના સામે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ઈજિપ્તના મિન્ય શહેરમાં શુક્રવારે જ ઈસ્લામિક ટેસ્ટ (આઈએસ)ના આતંકીઓએ ખ્રિસ્તી તીર્થ યાત્રીઓથી ભરેલી એક બસ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ હુમલામાં સાત લોકોના મોત થયા છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે તીર્થ યાત્રીઓ કાહિરાથી 200 કિમી દૂર સેન્ટ સેમ્યુલ મોનેસ્ટ્રીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે જ આતંકીઓએ બસને ઘેરીને તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સિસીએ હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે, દોષિતોને છોડવામાં નહીં આવે. હાલ ઈજિપ્તની સેના હુમલાખોરોને પકડવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે.

Next Story