Connect Gujarat
ગુજરાત

વ્યારા : દેશ વિદેશના ૮૦ પતંગબાજોના કલા કૌશલને સોનગઢવાસીએ મનભરીને માણ્યા

વ્યારા : દેશ વિદેશના ૮૦ પતંગબાજોના કલા કૌશલને સોનગઢવાસીએ મનભરીને માણ્યા
X

આદર્શ નિવાસી શાળાના સામેના મેદાનમાં પતંગબાજી નિહાળવા સોનગઢના નગરજનો ઉમટી પડયા.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની સામેના મેદાનમાં સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ચૌધરીની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેકટર એન.કે. ડામોરની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી પધારેલા ૮૦ પતંગબાજોના કલા કૌશલને સોનગઢ નગરવાસીઓએ મનભરીને માણ્યા હતા.

પતંગ મહોત્સવના આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર એન.કે. ડામોરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય પ્રવાસન નિગમ અને તાપી જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દ્વિતીય પતંગ મહોત્સવનું આયોજન સોનગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ અવનવા પતંગો દ્વારા કરેલા કરતબોથી નગરજનો અચંબિત થઇ ગયા હતા. આ પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડયા હતા. પતંગરસિયાઓએ મનભરીને પતંગ મહોત્સવને માણ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="80573,80572,80571,80570,80565,80566,80567,80568,80569,80564,80562,80563"]

સોનગઢ ખાતે પતંગ મહોત્સવમાં બેલ્જીયમથી આવેલા પતંગબાજ ટોમ સ્ટીવન્સે જણાવ્યું હતું કે, હું સતત ચાર વર્ષથી ભારતમાં આવું છું. અહીંની સંસ્કૃતિ ખૂબ જ સારી છે. સોનગઢ ખાતે આજના મહોત્સવમાં અમને ખૂબ સારો આવકાર મળ્યો છે. અહીંના લોકો ખૂબ સારા છે, અહીંનું આતિથ્ય માણી અમે ખૂબ ખુશ થયા છીએ એમ જણાવ્યું હતું.

કંબોડિયાથી આવેલા બીજા એક પતંગબાજ સારેથ રોઉંગે જણાવ્યું હતું કે, અમે ભારતની સંસ્કૃતિથી ખૂબ પ્રભવિત થયા છે. હું ભારત અને ભારતવાસીઓની ઉત્સવપ્રિયતાનો ચાહક છું એમ જણાવ્યું હતું.

સોનગઢ ખાતે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં દેશી વિદેશી અવનવા આકારના પતંગોથી આકાશ રંગ બેરંગી રંગોથી છવાઇ ગયું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલારૂસ, બેલ્જીયમ, બ્રાઝીલ, બલ્ગેરિયા, કોમ્બોડિયા, કેનેડા, ચીલી, ચાઇના, કેમરૂન, કોલંબિયા, ક્રોએશિયા, એસ્ટોનિયાના વિદેશી પતંગબાજો તથા બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર,દિલ્હી, પશ્ચિમ બંગાળ, કેરળ અને રાજસ્થાનના પતંગબાજોએ તેમના પતંગબાજીના કરતબોથી નગરજનોના મન મોહી લીધા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન નગરપાલિકા ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલે કર્યું હતું. શાળાની બાળાઓ અને વાઝરડાના કલાવૃંદે સાંસકૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાલ ગામીત અને કિન્નરીબેને કર્યું હતું.

કાર્યક્રમમાં સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કુંજલતાબેન ગામીત, વ્યારા નગરપાલિકાના પ્રમુખ મહેરનોશભાઇ જોખી, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, યોજના સહ તાલુકા વિકાસ અધિકારી વિનેશભાઇ બાગુલ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નગરજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story