Connect Gujarat
સમાચાર

વ્રતની મોસમમાં બનાવો ફરાળી દહીંવડા

વ્રતની મોસમમાં બનાવો ફરાળી દહીંવડા
X

અત્યારે ઉપવાસ-વ્રતમાં અનેકવિધ ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં ફરાળી ખીચડી, ફરાળી ભાખરી વગેરેનો સમાવેશ થાય છે. આજે વ્રતની આ મોસમમાં ફરાળી દહીવડાની રેસીપી રજૂ કરવામાં આવી રહી છે.

ફરાળી દહીંવડા બનાવવા માટેની સામગ્રી

  • 100 ગ્રામ સીંગદાણા
  • 100 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ શીંગોડાનો લોટ
  • 1 ચમચી વાટેલા આદુ-મરચા-લસણ
  • 1 ચમચી કોથમીર
  • ચપટી મરી પાવડર
  • લીંબુનો રસ
  • જરૂરિયાત મુજબ ખાંડ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચી દાડમના દાણા
  • 2 ચમચી ખજૂર આમલીની ચટણી
  • 2 ચમચી લીલી ચટણી

ફરાળી દહીવડા બનાવવાની રીત

  • સીંગદાણાને ત્રણ-ચાર કલાક પલાળી, બાફી લેવા.
  • બાફેલા સીંગદાણાને મિક્સરમાં ક્રશ કરી લેવા.
  • સીંગદાણાના ભૂકામાં આદુ-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, મરી પાવડર, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરવા.
  • બટાકાને બાફી તેમાંથી માવો બનાવવો. તેમાં શીંગોડો લોટ મિક્સ કરી તેમાંથી વડા બનાવી સીંગદાણાનું પૂરણ ભરવું અને ગોળ વાળી તળી લેવા. વડા તૈયાર છે.

વડા પર દહીં નાંખી, આમલી-ખજૂરની ચટણી, લીલી ચટણી, કોથમીર અને દાડમના દાણા નાંખવા.

Next Story