Connect Gujarat
ગુજરાત

શરીર માટે દેશી ઘી બેસ્ટ ન્યુટ્રીશન છે, સેલિબ્રિટી ફિટનેશ ટ્રેનર અમિન્દર સિંઘ

શરીર માટે દેશી ઘી બેસ્ટ ન્યુટ્રીશન છે, સેલિબ્રિટી ફિટનેશ ટ્રેનર અમિન્દર સિંઘ
X

ભરૂચ - અંકલેશ્વરનાં ઈવોલ્યુશન ફિટનેશ દ્વારા આયોજીત બોડી ટ્રાન્સફોર્મેશન અને બાયો મિકેનિક્સનાં સેમિનારમાં સેલિબ્રિટી ફિટનેશ ટ્રેનર અમિન્દર સિંઘે ફિટનેશ અંગેની રસપદ માહિતી આપી હતી.

અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે આયોજીત આ સેમિનાર પ્રસંગે ફિટનેશ ગુરુ અમિન્દર સિંઘ સાથે અભિનેત્રી ભક્તિ કુમાવત તેમજ ઈવોલ્યુશન ફિટનેશ જીમનાં અમિત મોતિયાની અને અમર શાહદપુરી સહિત મોટી સંખ્યામાં જીમ ટ્રેનર અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ફિટનેશ ગુરુ અમિન્દર સિંઘે પત્રકારો સાથેની વાતચીતમાં ન્યુટ્રીશન પર ફોક્સ કર્યુ હતુ, અને જણાવ્યુ હતુ કે શરીર માટે દેશી ઘી બેસ્ટ ન્યુટ્રીશન છે અને ઘીને પોતાના ભોજનનો મહત્વનો ભાગ બનાવવા માટે જણાવીને શુગરથી બનેતો દૂર રહેવાની સલાહ તેઓએ આપી હતી.

24 વર્ષ થી ફિટનેશ ક્ષેત્રે જોડાયેલા સેલિબ્રિટી ટ્રેનર અમિન્દર સિંઘે જીમમાં જતા દરેક લોકો જે એક્સરસાઇઝ કરે છે તેને પહેલા જાણો સમજો અને પછી વર્કઆઉટમાં આગળ વધવા માટે જણાવ્યુ હતુ.

વધુમાં ટ્રેનર સિંઘે જીમમાં ફિટનેશ માટે વર્કઆઉટ કરતા લોકોને જીમ ટ્રેનર માત્ર એક્સરસાઇઝ બતાવતા હોય છે શીખવાડતા નથી તેથી દરેકે એક્સરસાઈઝને જાણી સમજીને તેમ આગળ વધી પોતેજ પોતાનાં ટ્રેનર બને તેમ મુક્ત અને મૌલિક વાત કરી હતી.

જ્યારે અમિન્દર સિંઘે લેગ એક્સરસાઇઝને પણ મહત્વ આપવા માટે વર્કઆઉટ કરતા લોકોને જણાવ્યુ હતુ,અને જીમમાં વર્કઆઉટ કરતા તેમજ સીધા સપ્લીમેન્ટ લેતા લોકોને શરુઆતનાં તબક્કામાં આપણા ઘર માંથી જ ન્યુટ્રીશન મળી રહે છે તેજ લેવા માટેની સલાહ આપી હતી,અને આગળ જતા સપ્લીમેન્ટની જરુર જણાય તો સ્ટીરોઈડ સહિતનાં હાનીકારક પદાર્થ યુક્ત સપ્લીમેન્ટ થી દૂર રહેવા માટે જણાવ્યુ હતુ.

Next Story