Connect Gujarat
દેશ

શહેરની સુખ સાહેબી માં પણ કથળતું સ્વાસ્થ્ય.

શહેરની સુખ સાહેબી માં પણ કથળતું સ્વાસ્થ્ય.
X

સીટી ના વૈભવ સામે ગામડાની જીવન શૈલી ઉત્તમ.

સ્માર્ટ સીટીનું સ્વપ્નું હવે સાકાર થવા જઈ રહ્યું છે.અને તાજેતરમાંજ ભારત સરકાર દ્વારા તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી હતી.અત્યાધુનિક સુવિધાઓ,ઉંચી બિલ્ડીંગો,મોલ મલ્ટીપ્લેક્ષ સહીત ના વૈભવી ઠાઠ થી શોભતું શહેર સૌ કોઈને આંજી દે છે અને ગામડાનો માનવી પણ શહેર માં આવીને વસવાનું પસંદ કરે છે,જોકે તાજેતરમાં કરવામાં આવેલા સર્વે માં શહેર ની વ્યસ્તતા વાળી જીંદગીમાં બીમારીનું પ્રમાણ પણ ગામડા કરતા વધારે હોવાનું કહેવાય છે.

શહેર માં વસતા લોકો પોતાના સ્વાસ્થ્ય કરતા પૈસા ની પાછળ દોડ વધુ લગાવતા હોવાનું કહેવાય છે.જમવાની અનિયમિતતા કામ નો બોજ અને માનસિક સ્ટ્રેસ તેઓને વધુ કમજોર કરી દે છે.જેની સામે ગામડામાં વસતા લોકો પોતાના કાર્ય માં નિયમિત અને આબોહવા પ્રદુષણ રહિત હોવાથી તેમજ ભાગદોડ પણ ઓછી રહેવાના કારણે તંદુરસ્તી વધુ સારી હોય છે.

એક સરકારી સંસ્થા દ્વારા જ આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચોકાવનારું તથ્ય બહાર આવ્યું હતું.જાણકારોના મતે શહેરમાં દરેક ક્ષેત્ર ની સગવડ સારી હોય છે પરંતુ ફાસ્ટ જીંદગી અને ફાસ્ટફુડ પણ શેહેરી લોકો ની કમજોરી છે.

જોકે હવે થોડી સજાગતા પણ વધી છે અને લોકો પોતાની લાઈફ હેલ્થી રાખવા માટે કસરત કરીને પણ તંદુરસ્ત રહેવાનાં પ્રયત્નો કરે છે.એક રિપોર્ટમાં ચોંકાવનારૂ તથ્ય એ છે કે, અડધાથી વધુની વસ્તી પૈસાની તંગીને કારણે ડોકટર સાથે ચર્ચા કર્યા વગર ઇલાજ શરૂ કરી દયે છે. નાણાકીય કઠણાઇને કારણે ગામડામાં પ૭ ટકા અને શહેરમાં ૬૮ ટકા લોકો ડોકટરની સલાહ વગર ખુદ ઇલાજ કરતા હોય છે.

Next Story