Connect Gujarat
ગુજરાત

શહેરા : ભદ્રાલા ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.પોલીસ

શહેરા : ભદ્રાલા ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.પોલીસ
X

દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર ફરાર.

પંચમહાલ એસ.ઓ.જી.પોલીસની ટીમે શહેરા તાલુકાના ભદ્રાલા ગામ પાસેથી પસાર થતા રોડ ઉપર આવી રહેલી કારને ઉભા રાખવાનુ કહેતા ચાલક ત્યા મુકીને ફરાર થઇ ગયો હતો.કારની ડીકીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે શહેરા પોલીસ મથકે ગુનો નોધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના ભદ્રાલા ગામ પાસે પંચમહાલ એસઓજી શાખાની ટીમને બાતમી મળી હતી કે મંગલિયાણા ગામના ગોપી ફળિયામાં રહેતો ઈસમ જનક ઉર્ફે પિન્ટુ પગી ખટકપુરથી ભદ્રાલા તરફ એક કારમા દારૂનો જથ્થો લઈ જવાનો છે.તેવી બાતમી મળેલ હતી તેના આધારે વોચ ગોઠવી બાતમીના વર્ણનવાળી ઈન્ડીગો કાર આવતા તેને ઉભી રાખવાનુ કહેતા ચાલક જનક ઉર્ફ પિન્ટુ પગી ફરાર થઈ ગયો હતો.

ગોધરા SOG પોલીસે શહેરા તાલુકાના ભદ્રાલા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૪૧,૧૦૦/ - તથા ટાટા ઇન્દિગો ગાડીની કિ રૂ.૧,૦૦,૦૦૦-- મળી કિ રૂ. ૧,૪૧,૧૦૦/નો મુદ્દામાલ પકડી પાડ્યો એસઓજી પોલીસે કુલ શાખાએ ગાડી તેમજ દારુનો જથ્થો જપ્ત કરીને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને ફરાર ઈસમ જનક ઉર્ફ પિન્ટુ પગી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story