Connect Gujarat
ગુજરાત

શામળાજી:ખેરંચા ગામના એક મકાનમાં રાંધણ ગેસની પાઈપ લીકેજ થી આગ

શામળાજી:ખેરંચા ગામના એક મકાનમાં રાંધણ ગેસની પાઈપ લીકેજ થી આગ
X

મહિલા દાઝી,ઘરવખરી સ્વાહા

ભિલોડાના શામળાજી નજીક આવેલા ખેરંચા ગામે પટેલ ફળિયામાં રાંધણ ગેસની પાઈપ લીકેજ થતા ગેસ ગળતર થતા આકસ્મિક આગ ફાટી નીકળતા રસોડામાં રહેલી મહિલા દાઝી ગઈ હતી. રસોડામાં લાગેલી આગ ઘરમાં પ્રસરતા ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા નીકળતા અને મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુથી દોડી આવેલા ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ થી શરીરે દાઝેલી મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી.

[gallery td_gallery_title_input="શામળાજી:ખેરંચા ગામના એક મકાનમાં રાંધણ ગેસની પાઈપ લીકેજ થી આગ" td_select_gallery_slide="slide" size="full" ids="94807,94808,94809,94810,94811,94812"]

ખેરંચા ગામે પટેલ ફળિયામાં આવેલા કેશા ભાઈ રેવા ભાઈ પટેલ ના ઘરના રસોડામાં રહેલા રાંધણ ગેસની પાઈપ અને રેગ્યુલેટરમાં લીકેજ થતા ગેસ ગળતર થી રસોડામાં આગ લાગતા રસોડામાં કામકાજ કરતા કેશભાઈ પટેલના પત્ની મંજુલા બેન પણ આગની ઝપેટમાં આવતા દાઝી જતા અને આગના ગોટેગોટા બહાર નીકળતા આજુબાજુ થી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવે તે પહેલા ઘરમાં રહેલું રાચ રચીલું, ઘરવખરી, ફ્રીઝ, પંખા, આરો પ્લાન્ટ અને મિક્સર મશીન સહીત ઇલેકિટ્રક માલસામાન બળીને ખાખ થતા અંદાજે બે લાખનું નુકશાન થયું હતું. ગામલોકોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો અને શરીરે દાઝી ગયેલા મંજુલા બેનને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

Next Story