Connect Gujarat
ગુજરાત

શામળાજીમાં અજાણ્યા વાહન પાછળ ટ્રેલર ઘુસી જતા ટ્રેલરના થયા બે ભાગ : ટ્રક ચાલકનું મોત

શામળાજીમાં અજાણ્યા વાહન પાછળ ટ્રેલર ઘુસી જતા ટ્રેલરના થયા બે ભાગ : ટ્રક ચાલકનું મોત
X

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર ભાર વાહક વાહન ચાલકો બેફિકરાઈ પૂર્વક વાહન હંકારતા હોવાથી અકસ્માતની ઘટનાનોમાં સતત વધારો થઈ રહ્યો છે. શામળાજી બસ-સ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રક-ટ્રેલરના ચાલકે આગળ જઈ રહેલા વાહન સાથે ભટકાડી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક-ટ્રેલરના ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાતા શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

શામળાજી બસ સ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા માલસામાન ભરી આવતા ટ્રક-ટ્રેલર ના ચાલક એ ગફલત ભરી રીતે ટ્રક-ટ્રેલર આગળ જતા અજાણ્યા ભારે વાહનમાં ઘુસાડી દેતા ટ્રક-ટ્રેલરના બે ઉભા ફાળકા થઈ જતા રોડ પર આડુ પડી ગયું હતું. ટ્રક-ટ્રેલરના કેબિનનો કડૂચાલો વળી જતા ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રક-ટ્રેલરના ચાલકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાલુલાલ આત્મજાશોનાથજી ગુર્જર ની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Next Story