Connect Gujarat
ગુજરાત

શામળાજી પોલિસ બુટલેગરના ઘરે ત્રાટકી, રૂપિયા ૩.૮૪ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

શામળાજી પોલિસ બુટલેગરના ઘરે ત્રાટકી, રૂપિયા ૩.૮૪ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
X

અરવલ્લી જિલ્લા પોલિસ છેલ્લા ઘણાં સમયથી દારૂ પકડી પાડવામાં સફળ રહી છે અને બુટલેગરોની તમામ મોડેસ ઓપરેન્ડી પર પાણી ફેરવી રહી છે. તેમાંય શામળાજી પોલિસ સ્ટેશનનો સ્ટાફ આ મામલે દારૂ પકડી પાડી બુટલેગરોને ઘૂંટણિયે પાડી રહી છે. શામળાજી પોલિસ સ્ટેશનના પીએસઆઈ કે.વાય.વ્યાસ તેમજ પોલીસ સ્‍ટાફ સાથે રતનપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીગ તથા પ્રોહીના કાબંધીમાં હતા, તે સમય દરમ્યાન ચોક્કસ બાતમીને આધારે પોલિસે કડવઠ (પહાડીયા) ગામે રહેતો બુટલેગર પ્રભુદાસ સોમાભાઇ ડોડીયારને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલિસે ગેરકાયદે વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો.

શામળાજી પોલિસ સ્ટેશન પીએસઆઈ તેમજ તેમના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીને આધારે બુટલેગરને ત્યાં ત્રાટકી અને વેચાણ માટે ઉતારેલ વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ ૬૭, બોટલો નંગ ૧૩૫૬ સહિત કુલ ૩,૮૪,૦૦૦/-નો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યો છે. પોલિસના દરોડા પહેલા જ બુટલેગર ફરાર થઇ ગયો હતો, જેને ઝડપી પાડવા કવાયત તેજ કરાઈ છે, આ સાથે જ બુટલેગર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story