Connect Gujarat
ગુજરાત

શાળા ઓમાં બીજા શૈક્ષણિકસત્ર નો પ્રારંભ

શાળા ઓમાં બીજા શૈક્ષણિકસત્ર નો પ્રારંભ
X

દિવાળી વેકેશન બાદતારીખ 18મી ઓક્ટોબરથી શાળામાં બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થયો હતો. સવાર થી જ માર્ગો પર સ્કૂલ વાહનોની અવરજવર તેમજ 21 દિવસ સુધી બંધ રહેલી શાળાનું આંગણ બાળકોના કલરવ થી ગુંજી ઉઠયુ હતુ.

5

દિવાળીના 21 દિવસના વેકેશન બાદ શાળાઓ શરુ થતા જ સુમસાન શાળાનું ઉપવન બાળપુષ્પો થી ખીલી ઉઠયુ હતુ. રજાઓ બાદના પ્રથમ દિવસે બાળકો પોતાના મિત્રો સાથે વેકેશનની રાજાઓમાં માણેલા મજાની યાદ રૂપી ક્ષણોની ચર્ચાઓ કરી હતી.

2

ક્યાંક નાના બાળકોમાં શાળાનો પ્રથમ દિવસ આકરો લાગતો હોવાનું પણ નજરે પડયુ હતુ. તો બીજી તરફ શાળા ખુલતા ની સાથે જ વાલીઓમાં પણ સ્કુલ ફી ભરવાની ચિંતા વ્યક્ત કરી હતી, રૂપિયા 500 અને 1000ની નોટો બંધ થવા ના કારણે હવે રોકડે થી સ્કુલ ફી ભરવી કે ચેક થી ભરવી તે અંગેની પળોજણ માં લાગી ગયા હતા.

6

ફુલગુલાબી ઠંડી ની શરૂઆત અને શાળાના પ્રથમ દિવસે બાળકો એ સ્કુલ ડ્રેસ તેમજ સ્વેટરમાં નજરે પડતા બદલાયેલી મોસમ ની અનુભૂતિ પણ લોકોએ કરી હતી.

Next Story