Connect Gujarat
Featured

શિક્ષક દિવસ : રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી 44 શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન

શિક્ષક દિવસ : રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી 44 શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન
X

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતીમાં શિક્ષક દિન અવસરે સન્માન કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના ૪૪ શિક્ષકોનું તેમની શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતા માટે રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી બહુમાન કર્યુ હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીએ આ રાજ્યપારિતોષિક વિજેતા ૪૪ શ્રેષ્ઠશિક્ષકોને શોલ-સ્મૃતિચન્હ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શિક્ષકોને સમાજની ભાવિ પેઢીના અને શિક્ષીત-દિક્ષીત સમાજના નિર્માતા તરીકે નવાજતાં કહ્યું કે, આજે જ્યારે સૌ કોઇ પહેલાં પોતાના ભવિષ્યનો વિચાર કરતા હોય છે ત્યારે શિક્ષક સમુદાય પોતાનો નહીં પરંતુ બીજાના એટ્લે કે બાળકોના સમૃદ્ધ ભવિષ્યનો અને ભાવિ પેઢીના ઘડતરનું વિચાર કરે છે.

સન્માન સમારોહનો પ્રારંભ કરતા પહેલા ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનન ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ સમારોહમાં મંત્રી વિભાવરીબેન દવે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહયા હતા.

Next Story