Connect Gujarat
દુનિયા

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લેતા કચ્છમાં થઈ ઉજવણી
X

મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કચ્છમાં શિવસેના દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે.

સમગ્ર કચ્છ સાથે

અંજાર તાલુકા તથા શહેર શિવસેના દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય મધ્યે શિવસેના પક્ષપ્રમુખ

ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીના શપથવિધિ સાથે મુખ્યમંત્રીના પદ પર

બિરાજમાન થતા તેની ખુશીમા અંજાર શિવસેના દ્વારા ફટાકડા અને આતશબાજી સાથે એકમેકને

મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રમુખ માધુભા સોઢા ,જિલ્લા ઉપપ્રમુખ ઇશ્વર ભાનુશાળી, અંજાર તાલુકા પ્રમુખ ધવલ ભટ્ટ, સંગઠન પ્રમુખ કુલદીપ જોષી, ભચાઉ તાલુકા પ્રમુખ રામજી આહિર, અંજાર શહેર પ્રમુખ વિનય ઠક્કર, આદિપુર શહેર પ્રમુખ દેવાયત આહિર તેમજ તમામ

હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા.

Next Story