Connect Gujarat
ગુજરાત

શુ મ.પ્રદેશમા કમલનાથે કરેલી દેવામાફી જસદણમા કોંગ્રેસને અપાવશે ખેડૂતોના મત !

શુ મ.પ્રદેશમા કમલનાથે કરેલી દેવામાફી જસદણમા કોંગ્રેસને અપાવશે ખેડૂતોના મત !
X

હાલમા દેશના પાંચ રાજ્યોમા વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા. પાંચ રાજ્યો પૈકી ત્રણ રાજ્યોમા કે જ્યા ભાજપની સરકાર હતી ત્યા કોંગ્રેસનો વિજય થતા તેણે ત્રણ રાજ્યોમા પોતાની સરકાર બનાવી છે. ત્યારે આજરોજ રાજસ્થાનમા પણ નવનિયુક્ત સરકારે શપથ ગ્રહણ કર્યા છે. જેમા અશોક ગહલૌતને સીએમ બનાવવામા આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે યુવા નેતા સચીન પાયલોટને જવાબદારી આપવામા આવી છે. તો બિજી તરફ મધ્યપ્રદેશ કે જેને ભાજપનો ગઢ માનવામા આવતો હતો ત્યાં કોંગ્રેસે બહુમતી મેળવી સતા હાંસલ કરી છે. ત્યારે મધ્યપ્રદેશના સીએમ તરીકે કમલનાથને જવાબદારી સોંપવામા આવી છે.

[playlist type="video" ids="77506"]

પહેલા જ દિવસે કમલનાથે ખેડૂતોની દેવામાફી કરી ઈતિહાસ રચ્યો

રાજકોટ સહિત રાજ્યભરમા ખેડૂતો પોતાની દેવામાફી, જણસીના અપુરતા ભાવ અને પાક વિમાને લઈ આંદોલન કરી રહ્યા છે. તો બિજી તરફ પંજાબ સહિત કેટલાંય રાજ્યોમા ખેડૂતોની આજ પ્રકારની માંગ સામે આવી છે. ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામા કરેલ ખેડૂતની દેવા માફીનુ વચન પાળવાની શરૂઆત કરી છે. પોતાના કાર્યકાળના પ્રથમ દિવસે જ કમલનાથે મધ્ય પ્રદેશમા ખેડૂતોની દેવા માફીની ફાઈલ પર સહિ કરી ઐતિહાસિક નિર્ણય કરી બતાવ્યો છે. ત્યારે આજ બાબતને લઈ જસદણની પેટા ચૂંટણીમા કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરશે કે તેમની સરકાર આવશે તો આજ પ્રકારે ખેડૂતો માટે અચ્છેદિન લાવશે.

કમલનાથે દેવામાફી કરતા જસદણ કોંગ્રેસ કાર્યાલય બહાર આતશબાજી કરવામા આવી

એક તરફ મધ્યપ્રદેશમા નવનિયુક્ત સીએમ કમલનાથ દ્વારા દેવામાફી કરવામા આવી. બિજી તરફ જસદણમા કોંગ્રેસના મુખ્યકાર્યાલય બહાર આતાશબાજી કરવામા આવી. આતશબાજી સમયે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક આગેવાનોએ હાજર રહી કમલનાથના નિર્ણયને આવકાર્યો હતો. તો બિજી તરફ બે દિવસ બાદ મતદાન હોવાથી ભાજપ માટે પોતાના ખેડૂતો મતદારો સુધી પોતાની વાત પહોંચાડવી કપરા ચઢાન સમાન બની રહેશે તેવુ દેખાઈ રહ્યુ છે.

Next Story