Connect Gujarat
ગુજરાત

ભારતની અંડર–૧૯ ક્રિકેટ ટીમમાં ભરૂચના આકાશ પાંડેની પસંદગી

ભારતની અંડર–૧૯ ક્રિકેટ ટીમમાં ભરૂચના આકાશ પાંડેની પસંદગી
X

  • સચીન ટેન્ડુલરના પુત્ર સહીત ૪થો ફાસ્ત બોલર શ્રીલંકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
  • આકાશ પાંડે ભરૂચ અને ગુજરાતનું ગૌરવ : દુષ્યંત પટેલ

ભરૂચમાં જિલ્લા ક્રિકેટ એસોસીએશન શરૂ કરાયા બાદ તેમાંથી તાલીમ લઇને ઘણા ક્રિકેટરો રાજય અને રાષ્ટ્રિય કક્ષાએ ઝળકયા છે. તાજેતરમાં જ વધુ એક યુવાન ક્રિકેટર આકાશ પાંડેએ ભારતીય ક્રિકેટની અંડર–૧૯ની ટીમમાં પસંદગી પામી ભરૂચને ગૌરવ અપાવ્યું છે.

આકાશ એ અંકલેશ્વરમાં ટેક્સટાઇલ કંપનીમાં ફરજ બજાવતા અંગદ પાંડેનો પુત્ર છે. ૧૧ વર્ષની વયમાંજ જ ક્રિકેટનું ઘેલુ લાગતા તેણે અંકલેશ્વરના કોચ નાઝીમભાઇ પાસેથી ક્રિકેટની પ્રથમિક તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ૧૪ વર્ષની ઉંમરે તેણે ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા અંકલેશ્વર ખાતે ચાલતી ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેણે નાઝીમભાઇ પાસેથી ક્રિકેટની વધુ તાલીમ મેળવી હતી. અંડર–૧૪ અને અંડર–૧૬માં સારો દેખાવ કરતા તાજેતરમાં જ ફાસ્ટ બોલર તરીકે તે ભારતીય ક્રિકેટની અંડર–૧૯ની ટીમમાં પસંદગી પામ્યો છે. આ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સચીન તેન્દુલકરના પુત્ર અર્જુન તેન્દુલકરની પણ પસંદગી થઇ છે. આજરોજ ભરૂચ ખાતે રોટરી ક્લબના કોન્ફરન્સ રૂમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલની હાજરીમાં તેને માધ્યમકર્મીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેના પિતાજી પણ સારા બેટસમેન હતા અને તેમણે જ એમને ક્રિકેટ માટે પ્રોત્સાહન આપ્યું હતું. ધો.૬ સુધી પોતે એક સ્કોલર સ્ટુડન્ટ હતો પરંતુ ત્યારબાદ ક્રિકેટમાં વધુ ધ્યાન રહેતા તેની અસર તેના શિક્ષણ ઉપર પડી હતી. હાલ તે અંકલેશ્વરની પી.પી. સવાણી સ્કૂલમાં ધો.૧ર કોમર્સમાં અભ્યાસ કરે છે. જાકે વર્ગખંડ કરતા મેદાનમાંજેનું મન લાગેલું હતું તેવા આકાશ પાંડે આખરે ક્રિકેટના ક્ષેત્રે જ ભરૂચને ગૌરવ અપાવ્યું છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="51332,51333,51334,51335"]

આકાશના પિતા અંગત પાંડેને પણ ક્રિકેટમાં રસ હોઇ તેને પ્રોત્સાહન આપી તાલીમ મેળવવા માટે ક્રિકેટ એકેડમીમાં મોકલ્યો હતો. આકાશ પાંડેએ ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર પેટ કમેન્ટ્સને પોતાનો આઇડીયલ બોલર હોવાનું જણાવ્યું હતું. તેણે ભારતીય ક્રિકેટર એમ.એસ. ધોની અને રાઇના સાથે તથા ગ્લેન મેકગ્રેથ સાથે એમ.આર.એફ. માં પ્રેકટીસ કરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આકાશ પાંડેએ તેની ક્રિકેટની યાત્રાના બે પ્રસંગોને યાદ કરતા કહયું હતું કે અંડર ૧૪માં સુરત ખાતે તે સિલેક્ટ ન થતા માનસિક રીતે હતાશ થયો હતો પરંતુ તેમના કોચ નાઝીમભાઇએ તેને પ્રોત્સાહન આપી વધુ પ્રયાસ કરવા માટે પ્રેરણા આપતા આખરે તે ભારતીય ક્રિકેટની અંડર–૧૯ સુધી આગળ વધ્યો છે. તેણે પોતાના ખરાબ અનુભવોની વાત કરતા કહયું હતું કે અંડર–૧૯માં ચેલેન્જર ટ્રોફીમાં પણ તે પસંદગી પામ્યો હતો પરંતુ તે ઇન્જર્ડ હોવાથી સારો દેખાવ કરી શકયો ન હતો. તે સમયને તેણે પોતાનો અત્યારસુધીનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો. જાકે ક્રિકેટને જ પોતાના જીવનનું ધ્યેય બનાવનાર આકાશ પાંડેએ ઉગતા ક્રિકેટરોને સંદેશ આપતા કહયું હતું કે જીવનમાં મોટા ધ્યેય સાથે નહિં પરંતુ નાના–નાના ગોલને પહેલા પાર કરવા જાઇએતેના માટે સખત મહેનત કરવી જાઇએ અને ફિટનેસને સૌથી વધારે મહત્વ આપવું જાઇએ કારણકે શરીર સાથ નહિં આપે તો ક્રિકેટની ઉંચાઇઓને સર નહિં કરી શકાય તેમ પણ તેણે ઉમેર્યું હતું.

ભરૂચ ક્રિકેટ ક્લબ ઉગતા ક્રિકેટરો માટે આશાનું કિરણ

ભરૂચ ક્રિકેટ એસોશીએશનના પ્રમુખ અને ધારાસભ્ય દુષ્યંત પટેલે ભારતીય ક્રિકેટ અંડર–૧૯ ની ટીમમાં પસંદગી પામેલ આકાશ પાંડેને શુભેચ્છા આપતા ભરૂચ ક્રિકેટ એસોશીએશનની માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ક્રિકેટ એસોસીએશનની શરૂઆત કરાયા બાદ ભરૂચમાંથી ઘણા ક્રિકેટરો રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ ઝળકયા છે. અંડર–૧૪માં સ્મિત અને સ્વપ્નિલ નામના બે કિશોરો ઝળકયા હતા. અંડર–૧૬માં ચિન્મય, અંડર–રર માં ફાસ્ટબોલર તરીકે ભરૂચ જિલ્લાનો મહેફૂઝ અને યુવરાજની પસંદગી થઇ હતી જ્યારે આ વર્ષે ભારતય ક્રિકેટની અંડર–૧૯ની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે આકાશ પાંડેની પસંદગી થઇ છે જે ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે. તેમણે કહયું હતું કે ભરૂચ ક્રિકેટ એસોસીએશન દ્વારા મહિલા ક્રિકેટની તાલીમની પણ શરૂઆત કરાઇ છે. જેમાં ગુજરાત મહિલા ક્રિકેટ અંડર–૧૬માં ભરૂચની બે દિકરીઓ ખુશી મારવાડી અને મહેક કલીવાલા પસંદગી પામ્યા છે. આ પણ ભરૂચ માટે ગૌરવની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રિકેટ એસોસીએશન દ્વારા ભરૂચ અને અંકલેશ્વરમાં એકેડમી ચલાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં ક્રિકેટનો ક્રેઝ એટલો બધો હોય છે કે જ્યારે નવા ક્રિકેટરોનું સિલેકશન કરવાનું હોય છે ત્યારે ૩૦૦ થી ૪૦૦ જેટલા ક્રિકેટરો ભરૂચ જિલ્લામાંથી સિકલેકશન માટે આવે છે અને ૪ થી પાંચ દિવસ સુધી સિલેકશનની કામગીરી ચાલતી હોય છે. ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રિકેટમાંથી સારો દેખાવ કરી ક્રિકટર સ્ટેટ લેવલ અને ત્યારબાદ રાષ્ટ્રિય લેવલ પર સારો દેખાવ કરે તો તેની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થતી હોય છે. તેમ કહી તેમણે પુનઃ અંડર–૧૯ ભારતીય ક્રિકેટટીમમાં પસંદગી થવા બદલ આકાશ પાંડેને શુભેચ્છાઓ આપી હતી.

૧૧ જુલાઇએ શ્રીલંકા રમવા જશે ભારતીય ક્રિકેટની અંડર–૧૯ ટીમમાં પસંદગી પામ્યા બાદ ભારતના લીજેન્ડરી ક્રિકેટર સચીન તેન્દુલકરના પુત્ર અને ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકર સાથે ફાસ્ટ બોલર આકાશ પાંડેએ જુલાઇના પહેલા વીકમાં બેગ્લોર સાથે કેમ્પ હોઇ ત્યાં જશે અને ત્યાંથી ૧૧ જુલાઇના રોજ તેમની ટીમ શ્રીલંકાના પ્રવાસ માટે રવાના થશે. જ્યાં તેઓ વન–ડે અને ટેસ્ટ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમને ભરૂચ જિલ્લાએ બે ફાસ્ટ બોલરની ભેટ આપી

ભરૂચ જિલ્લામાં ગામડે ગામડે ક્રિકેટનો ક્રેઝ જાવા મળે છે. ભરૂચ તાલુકાના જ નાનકડા ખોબા જેવા ઇખર ગામમાંથી ક્રિકેટના ક્ષેત્રે આગળ આવેલ મુનાફ પટેલે ભારતીય ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સારો દેખાવ કર્યો છે. ઇખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુનાફ પટેલ બાદ આકાશ પાંડેના નામથી ભરૂચ જિલ્લાએ વધુ એક ફાસ્ટ બોલર ભારતીય ક્રિકેટ ટીમને આપ્યો છે.

Next Article: વિશ્વના સૌથી વધુ કમાણી કરતાં ટોપ-૧૦૦ ખેલાડીઓમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય

Next Story